ARAVALLIGUJARATMODASA

મોડાસા : પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ હેઠળ અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ હેઠળ અરવલ્લી જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે અરવલ્લી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ એચ.પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાયેલી આ બેઠકમાં બાકી હોય તેવી કાર્યવાહીઓની વિગતો મેળવી તે અંગે ઘટતું થાય અને તે માટે કામગીરી હાથ ધરવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અન્વયે કરવાની થતી કામગીરીને બહાલી આપવામાં આવી હતી.

પીસી-પી.એન.ડી.ટી એક્ટ-૧૯૯૪ અંતર્ગત, સ્ત્રી ભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે. આ બેઠકમાં PC-PNDT એડવાઈઝરી કમિટીના ચેરમેન દિલીપ પરમાર, જિલ્લા સલાહકાર સમિતિના સભ્ય દીનેશભાઈ પટેલ (સરકારી વકીલ) ડૉ. દિનેશભાઈ ડી.ડામોર (ગાયનેકોલોજિસ્ટ-સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા), ડૉ. મેહુલ પટેલ (ગાયનેકોલોજિસ્ટ) , ડૉ.નીલ પટેલ (પીડિયાટ્રિક) સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!