RAJKOT

ભાયાવદર કોર્ટ બિલ્ડીંગ નુ કામ બંધ થતા હિત રક્ષક સમિતિ ની ઉચ્ચકક્ષા એ રજૂઆત

૭ જુન વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદર હિત રક્ષક સમિતિ. જેના અધ્યક્ષ વિ.સી.વેગડા. સભ્ય. ભગવાનજીભાઈ પરસાણીયા. પ્રકાશભાઈ પંડ્યા. નીરજભાઈ મકવાણા. જયરાજસિંહ ચુડાસમા. પાર્થ ભાઈ વેગડા. પ્રવીણભાઈલઘા. શશીકાંતભાઈ હિંડોચા. સંજયભાઈ પરમાર. રમણીકભાઈ પરમાર. હસુભાઈ માકડીયા. દ્વારા ૧૧.પોરબંદરના સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને લેખિત રજૂઆત કરેલ કે ભાયાવદર એ નગરપાલિકા વિસ્તાર ધરાવતું શહેર છે છતાં પણ હમણાં થોડા સમયથી ભાયાવદર ને વિકાસના કામોમાં પાછળ રહી ગયેલ છે જેમાં ભાયાવદરમાં પાંચ સાત મહિના પહેલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ નું ખાતમુરત ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ની સામે પડવલા રોડ ભાયાવદર ખાતે કરવામાં આવ્યું હતું જે હવે બંધ કરવાની હિલચાલ છે તે અમારી સમિતિ ને જાણ થતા હિત રક્ષક સમિતિ ભાયાવદર દ્વારા સાંસદ સભ્ય શ્રી અને ધારાસભ્યશ્રીને લેખિત રજૂઆત કરેલ છે જેથી લોકોમાં ખૂબ જ રોષ ઉત્પન્ન થયેલ છે ઘણા લાંબા સમયથી ભાયાવદર ને કોઈ સારી સુવિધા નો લાભ મળેલ છે અને જો ખરેખર કોર્ટ બંધ કરવામાં આવશે તો ભાયાવદર હીત રક્ષક સમિતિ દ્વારા ભાયાવદર ના વકીલો. વેપારી ભાઈઓ. ખેડૂત આગેવાનો. તથા ભાયાવદર ની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે છતાં પણ અમને ન્યાય નહીં મળે તો અચોક્કસ મુદત સુધી ગામ બંધ કરવામાં આવશે જેની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ રહેશે આ માટે અમોએ ભાયાવદર શહેર ભાજપના આગેવાનોને પણ રજૂઆત કરેલી છે અને નકલ રવાના કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલને પણ કરેલી છે નકલ રવાના મહેન્દ્રભાઈ પાડલીયા ધારાસભ્યને પણ કરેલી છે

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!