JUNAGADH

દિવ મલાલા ઓડિટોરિયમ ખાતે ‘માય ભારત મેરા યુવા ભારત’ અન્વયે યોજાયો યુવા સંવાદ કાર્યક્રમ

ભારતમાં પ્રથમ વખત મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સનું દિવ ખાતે આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક પ્રફુલ પટેલના સક્ષમ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ દીવ બીચ ગેમ્સ- 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિભિન્ન કાર્યક્રમોના ભાગરૂપે દિવના મલાલા ઓડિટોરિયમ ખાતે ‘માય ભારત મેરા યુવા ભારત’ અન્વયે યુવા સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું.
કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ લાલુભાઈ પટેલની ઉપસ્થિતિમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવામાં આવ્યો આવ્યો.
દેશના યુવાનોની ઉર્જા રાષ્ટ્ર નિર્માણમાં જોડાય અને વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનો તેમનું યોગદાન આપે તેવું જણાવતા કેન્દ્રીય માહિતી, પ્રસારણ અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રીએ યુવાનોને સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં આગળ વધવા અપીલ કરી હતી. સમર્થ યુવા સશક્ત ભારત રચી શકે અને તે માટે રમતગમત ઘણું મહત્વ છે તેમ જણાવી કેન્દ્રીય ખેલ મંત્રીએ પાછલા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે ભારતીય રમતવીરોની સિદ્ધિઓ વાત જણાવી હતી. ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા અને ડ્રગસ ફ્રી ઇન્ડિયાનું સૂત્ર આપતા કેન્દ્રીય મંત્રીએ યુવાનોને રમત ગમતને પોતાના જીવનનો એક ભાગ બનાવવા, સ્વસ્થ રહી નશાથી દૂર રહી સશક્ત બનવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે દીવ પ્રથમ વખત બીચ ગેમ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. આ ફેસ્ટિવલ રમતગમતના ક્ષેત્રમાં એક અલગ ક્રાંતિ લાવશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સંસ્કૃતિ અને પર્યટનને વધારશે.

પ્રશાસકે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે આપણા યુવાનો જ દેશને સાચી દિશા આપી શકે છે અને આ માટે તેઓએ શરીર અને મનથી સ્વસ્થ રહેવું પડશે. આ રમત જ યુવાનોને ફિટનેસ આપશે. જે માટે જ દીવ બીચ ગેમ્સ-2024નું આયોજન કરવામાં આવ્યું છે.માનનીય પ્રશાસકે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આનાથી બીચ ગેમ્સની સંસ્કૃતિનો વિકાસ થશે, કેન્દ્રશાસિત પ્રદેશની રમત પ્રતિભાઓને પ્રોત્સાહન મળશે અને કેન્દ્રશાસિત પ્રદેશની પ્રવાસન ક્ષમતામાં વધારો થશે. આ ઇવેન્ટ સ્થાનિકો અને પ્રવાસીઓને સમાન રીતે આકર્ષિત કરશે.
આ પ્રસંગે દિવનાં જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુવાનોની ઉપસ્થિત રહી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!