GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયત યોજાશે

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયત યોજાશે

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા શૈક્ષિક મહાસંઘ ફરી મેદાનમાં

આગામી ૯ ડિસેમ્બરે મોરબી ખાતે રાજકોટ,સુરેન્દ્રનગર અને કચ્છના શિક્ષકો સહિતના અન્ય કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં મહા પંચાયતમાં ઉમટી પડશે

મોરબી,ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન:લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે.છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલ હતો છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડેલ ન હોય. બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું. ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદ,ધારાસભ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભલામણ પત્રો સમર્થન પત્રો પણ લખી આપેલ છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ ન હોય આગામી 9 મી ડિસેમ્બર – 2023 ના રોજ સમગ્ર રાજયમાં કુલ 11 સ્થાનોની સાથે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં બપોરે 3.00 વાગ્યે કચ્છ,રાજકોટ,સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારબાગ મોરબી ખાતે એકત્ર થશે.ત્યાંથી પદયાત્રા કરીને રેલી સ્વરૂપે કેસર બાગ,મોરબી-2 ખાતે પહોંચશે ત્યાં મહા પંચાયત યોજી આગામી કાર્યક્રમની રણનીતિ નક્કી થશે,મહા પંચાયતમાં સરકાર સમક્ષ માંગણી રજૂ કરવામાં આવશે,કલેકટરને આવેદન આપવામાં આવશે,અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહિ?અમને ટેન્શન નહિ પેન્શન આપો,મેરી મિટ્ટી મેરા ઓપીએસ, Only OPS OPS ના નારા સાથે પદયાત્રા અને મહા પંચાયત દ્વારા કર્મચારીઓ લડી લેવાના મૂળમાં છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!