JUNAGADHMANAVADAR

માણાવદર ડીલેવરી બાદ ત્રણ પ્રસૂતાના મોત મામલે ખાનગી હોસ્પિટલ વિરૂદ્ધ તપાસ સમિતિની નિમણૂક

પરિવાર દ્વારા ડોક્ટર વિરુદ્ધ પોલીસમાં અરજી કરતા ડીડીઓ દ્વારા તપાસ સમિતિ નિમાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : થોડા દિવસો પહેલા જ માણાવદર તાલુકાના જીંજરી ભંડોરા અને કોઠારીયા ગામે માણાવદરની ટ્યુલીપ ગાયને હોસ્પિટલમાં ડીલેવરી બાદ 3 પ્રસૂતાના મોત થયા હતા. આ ત્રણે પ્રસ્તુતાએ બાળકને જન્મ આપ્યા બાદ મોત થતા.પ્રસુતા મહિલાઓના પરિવાર દ્વારા ગાયનેક ડોક્ટર જયદીપ ભાટુની બેદરકારીના કારણે આ મોત થયાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઇ માણાવદર તાલુકાના ઝીંઝરી ગામના મૃતક મહિલા ધર્મિષ્ઠાબેન, કોઠારીયા ગામના મૃતક મહિલા વૈશાલીબેન, અને ભીંડોરા ગામના પ્રવિણાબેનના પરિવારોએ ડોક્ટર વિરુદ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં કાયદેસર કરવા અરજી કરી હતી.
તો બીજી તરફ ટ્યુલીપ હોસ્પિટલના ગાયનેક ડો. જયદીપ ભાટુએ પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી બાબતે આ તમામ ઘટનાને હોસ્પિટલના બદનામ કરવા માટેનું કાવતરું જણાવ્યું હતું અને પરિવારોએ પ્રસૂતા મહિલાઓના મોત મામલે આક્ષેપો કર્યા છે તેવું જયદીપ ભાટુ દ્વારા કહેવામાં આવ્યું હતું.
આ બાબતે જિલ્લા આરોગ્ય ઇન્ચાર્જ અધિકારી સુતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે સમિતિ બાબતે ની ફાઈલ હજુ સાહેબની સહી માટે ટેબલ પર પડી છે.
ત્યારે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે જણાવ્યું હતું.કે ટ્યૂલિપ ગાયનેક હોસ્પિટલમાં જે ત્રણ
પ્રસૂતાના મોતની ઘટનાની જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા. આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા ઓછામાં ઓછા સમયમાં આ ઘટનાનો રિપોર્ટ મંગાવામાં આવશે.અને કાયદાકીય રીતે આ ગાયનેક હોસ્પિટલ પર પગલા ભરવા કાર્યવાહી કરવામાં આવશે.
ત્રણ પ્રસૂતાના મોત મામલે જે મહિલાઓના મોત થયા છે. તે મોતનું કારણ શું છે? તેની પૂરતી તપાસ કરવામાં આવશે. અને જો ડોક્ટરની બેદરકારી જણાશે તો કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.અને જો હોસ્પિટલને બંધ કરવાની થશે તો એ પણ કરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!