JUNAGADHMANGROL

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નું માંગરોળ તાલુકાના ફુલરામા ગામે આગમન

યોજનાકીય ફિલ્મ નિહાળી લાભાન્વિત થઈ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગ્રામજનો સંકલ્પબધ્ધ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરીને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” માંગરોળ તાલુકાના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ” પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું માંગરોળ તાલુકાના ફુલરામા ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ વેળાએ ધારાસભ્ય દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરઆંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. મહિલાઓ, યુવાનો, ખેડુતો સહિત ગરીબ-મધ્યમવર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાનશ્રી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે. છેવાડાનાં અંત્યોદય પરિવારને આશીર્વાદરૂપ કલ્યાણકારી યોજનાઓ  અને આયુષ્માન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

“મેરી કહાની, મેરી જુબાની”થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાનો લાભ લેનારા કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીએચઆના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનો જાગૃત કર્યા હતા. મેરી કહાની મેરી જૂબાની અંતર્ગત ડાયાભાઇ ગરચરે પ્રધાનમંત્રી આવાનસ યોજનાનાં મળેલ લાભ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. વરજાંગભાઇ આંત્રોલીયા અને દેવીબેન આંત્રોલીયાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો લાભ લઇ પોતાનાં સ્વાસ્થ્ય સંબંધે કરાવેલ સારવારમાં ખર્ચ આયુષ્યમાન કાર્ડથી થતાં આર્થિક રીતે લાભ થયાની વાત કરી હતી. તો ચેતનાબેન આંત્રોલીયાએ માતૃશક્તિનાં પુરક આહારનાં મળેલા પેકેટથી થતા લાભ વીશે પોતાનું મંતવ્ય રજુ કર્યુ હતુ. કાર્યક્રમ વેળાએ જિલ્લા આરોગ્ય સમીતીનાં ચેરમેનશ્રી સોમાતભાઇ વાસણ, અગ્રણીઓ અને ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામુહિક શપથ લીધા હતા.શાળાનાં બાળકોએ પ્રાકૃતિક ખેતિનાં લાભો વર્ણવતુ નાટક રજુ કરી રાસાયણિક દવા ખાતર મુક્ત ખેતીનાં લાભની વાત સમજાવી હતી.
નોંધનીય છે કે, સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામના સરપંચ શ્રીમતિ રંજનબેન મનિષભાઇ કિંદરખેડીયાને અભિલેખા પ્રમાણપત્ર,ગ્રામ્ય સફળ મહિલા નેતૃત્વ અંગે સનમાનપત્ર ધારાસભ્યનાં હસ્તે  એનાયત કરવામાં આવ્યું હતું. તો અપારનાથી વનિતાબેનને આંગણવાડીમાં ઉત્કૃષ્ઠ કામગીરી અને મિન્ટુબેનને આશાવર્કર તરીકે સારી કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.કાળીદાસ મેસવાણીયા, અરજણ પુંજા કીંદરખેડીયા, મશરીભાઇ ચુડાસમા અને ભક્તીરામબાપુને ગ્રામિણ ભજન અને લોકસંસ્કૃતિનાં રખેવાળ તરીકે બહુમાન કરાયુ હતુ. ગામની ગૈાશાળામાં ગૈા સેવક તરીકે સેવા આપનાર વાઘાભાઇ ગરચર અને પાણી વિતરક મેરામણભાઇ ફાકી તથા દોડ સ્પર્ધામાં રમત કૈાશલ્ય ધરાવનાર શાળાની બાળા આંત્રોલીયા નેહલને રમતવિર તરીકે સ્નમાનિત કરવામાં આવેલ, શ્રેષ્ઠ તાલુકા શિક્ષક તરીકે બહુમાન પ્રાપ્ત શાળાનાં ભરતભાઇ ચાવડાને ધારાસભ્યનાં હસ્તે બહુમાનપત્ર એનાયત કરાયુ હતુ. શાળામાં ૧ થી ૩ ક્માંકે પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થિઓને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સન્માનિત કરાયા હતા. પંચાયતનાં હોદેદારોને ઓડીએફ પ્લસ ગ્રામપંચાયત બનવા  અને હરઘર જળ વ્યવસ્થાપન બદલ ધારાસભ્યએ સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતીનાં ચેરમેન સોમાતભાઇ વાસણ, ગામના સરપંચ કિંદરખેડીયા રંજનબેન, ઉપસરપંચ દુદાભાઇ, સ્થાનિક અગ્રણી મનિષભાઇ,   સંબંધિત વિભાગના અધિકારી ડી.બી.મુશાળ, આર.જે.નાઇ, પશુધન નિરીક્ષક મારૂ, વી.એસ.મારવાડી, તારાબેન પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!