GUJARATJETPURRAJKOT

“મારી માટી, મારો દેશ”….માટીને નમન…..વીરોને વંદન મંત્રી બાવળીયા આટકોટ ખાતે અમૃત કળશ યાત્રામાં જોડાયા

તા.૧૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

અમૃત કળશ યાત્રા લોકોના રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે, મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવા હેતુ રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે રાજ્યના પાણી પુરવઠા અને અન્ન પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અમૃત કળશ યાત્રામાં જોડાયા હતા.

મંત્રીશ્રી બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં માતૃભૂમિના વીરોને વંદન અને નમન અર્પણ કરવા હેતુ “મારી માટી મારો દેશ” અભિયાન કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ સમયે લોકોમાં રાષ્ટ્રભાવના જગાડી તમામ સમાજના લોકોને બંધુત્વની ભાવનાઓથી જોડવાનું કામ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અમૃત કળશ યાત્રા એ લોકોના રાષ્ટ્ર પ્રેમનું પ્રતિક છે. મંત્રીશ્રીએ આટકોટ ખાતે માટીના કળશને આવકારી નાગરિકોના હસ્તે અર્પિત માટી લઈ કળશ યાત્રા કરી હતી.

આ તકે આટકોટ સરપંચ શ્રી, આગેવાન શ્રી અશ્વિનભાઈ સાકરીયા વગેરે મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!