JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં અન્નક્ષેત્ર માટે વધુ પ્લોટ ફાળવવા ચુવાળીયા કોળી સમાજની માંગ

જુનાગઢ મહાનગરપાલિકા મેયર અને ડેપ્યુટી મેયરને ચુવાળીયા કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ભવનાથ તળેટીમાં દર વર્ષે યોજાતા પારંપરિક મહાશિવરાત્રીના મેળામાં ઘણા વર્ષોથી જુનાગઢ શહેર તાલુકા જિલ્લા અને ગુજરાત ભરના ચુવાળીયા કોળી સમાજના કુટુંબો મહાશિવરાત્રી ના મેળામાં આવે છે છેલ્લા ૬૦ વર્ષથી ભવનાથ રીંગ રોડ ત્રિલોકનાથ બાપુના આશ્રમ પાસે આવેલ જગ્યાએ ગુજરાત ભરના ચુવાળીયા કોળી સમાજના શ્રધ્ધાળુઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવતી પણ ૨૦૧૦ માં પેશકદમીના નામ ઉપર લાખો રૂપિયાના ખર્ચ બાંધકામ કરેલી અમારી એ જગ્યા તોડી પાડવામાં આવી હતી આજે એ જગ્યા ઉપર ફક્ત વેલનાથ બાપુંનું એક નાનું મંદિર આવેલું છે. બાકીની અમારી જગ્યા ખુલ્લી છે, આ મંદિર પાસે અમોએ દર વર્ષે અન્નક્ષેત્ર ચાલુ રાખેલ છે, પણ જુનાગઢ મહાનગરપાલિકાના પ્લોટ વિતરણના જવાબદાર અધિકારીઓ દ્વારા અમારી ખુલ્લી જગ્યા ઉપર અન્ય લોકોને પ્લોટ આપી દેવામાં આવે છે, જેથી ગુજરાત ભરમાંથી આવતા ચુવાળીયા કોળી સમાજના બાળકો માતાઓ ભાઈઓ બહેનો અને વડીલોને પુરતી સુવિધા આપી શકતા નથી કારણ કે અમારી જગ્યાને સરકારે તોડી નાખી છે, ત્યાં ખુલ્લી જગ્યા હોય અમારી સાથે અન્યાય કરી ફક્ત એકજ પ્લોટ ફાળવવામાં આવે છે, તેના બદલે અમોને ૩ પ્લોટ નંબર (૬૮-૬૯-૭૦) ફાળવવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર શ્રી ચુવાળીયા કોળી સમાજ ટ્રસ્ટ – ભવનાથ તથા જુનાગઢ ચુવાળીયા કોળી સમાજના આગેવાનો બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, સમજુભાઈ સોલંકી, કુરજીભાઈ મકવાણા, લક્ષ્મણભાઈ પરમાર, અરજણભાઈ દેત્રોજા, રવજીભાઈ ધોળકિયા, રાયમલભાઈ સિહોરા, જીતેન્દ્રભાઈ રાનેરા દ્વારા જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરને આપવામાં આવ્યુ છે.
તેમ શ્રી ચુવાળીયા કોળી સમાજ ટ્રસ્ટ – ભવનાથ જુનાગઢની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!