GUJARATHALOLPANCHMAHAL

પંચમહોત્સવના બીજા દિવસે,લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરી.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૭.૧૨.૨૦૨૩

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે.જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.પંચમહોત્સવના બીજા દિવસે લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી થઈ હતી.રાવણ હથ્થા દ્વારા લોક સંગીત રજૂ કરાયું હતું.આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. અહીં નોધનીય છ કે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે.પંચમહોત્સવના બીજા દિવસે,લોકગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.પંચમહોત્સવની બાજુમાં ક્રાફટ બજાર જ્યાં જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ, ફૂડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો,બાળકો માટે એમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરાયો છે.જેનો લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.કાર્યક્રમ દરમિયાન ગુજરાતી એકટર યશ સોની દ્વારા પોતાની આવનારી ફિલ્મ ડેની જીગરનું પ્રમોશન કરાયુ હતુ .આ સાથે આવતીકાલે રાજભા ગઢવી સંગીત સંધ્યા રજૂ કરશે, મુખ્ય કાર્યક્ર્મ રાત્રે 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.આજના પ્રસંગે જિલ્લા કલેકટર આશિષ કુમાર,અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,પ્રાંત અધિકારી હાલોલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!