GUJARATNANDODNARMADA

રાજપીપળા પાલિકાનું અધધ ૧૦.૩૪ કરોડ વીજબિલ બાકી , વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટનો પુરવઠો કાપી નાખતા નગરમાં અંધારપટ

રાજપીપળા પાલિકાનું અધધ ૧૦.૩૪ કરોડ વીજબિલ બાકી , વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટનો પુરવઠો કાપી નાખતા નગરમાં અંધારપટ

 

વર્ષોથી બાકી રાજપીપલા પાલિકાનું કરોડોનું વીજબિલ નહિ ચૂકવતા છેવટે વીજકંપનીએ સ્ટ્રીટ લાઈટો બંધ કરી

 

પાલિકાના અંધેર વહીવટને કારણે રાજપીપળાની પ્રજાને અંધારામાં રહેવાનો વારો આવ્યો

 

રાજપીપળા: જુનેદ ખત્રી

 

રાજપીપળા નગરમાં રાત્રે અંધારપટ છવાયો છે ત્યારે ખોબે ખોબે મત આપી સભ્યોને પાલિકા સુધી ચુંટીને પોહચડ્યા એ મતદારોમાં કુતૂહલ સાથે રોષ જોવા મળી રહ્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા નગરમાં 11 તારીખની રાત્રીએ સ્ટ્રીટ લાઇટો નહીં ખુલતા સમગ્ર નગરમાં અંધારપટ છવાયો હતો ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અંધાર પટના કારણે ચોરો સક્રિય થવાનો પણ લોકોને ભય સતાવી રહ્યો છે સમગ્ર મામલે વીજ કચેરીમાં પૂછતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ.ટી પ્રજાપતિ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનામાં પણ રાજપીપલા નગરપાલિકાનું વીજબીલ આઠ કરોડ જેટલું બાકી હતું અત્યારે વોટરવર્ક અને સ્ટ્રીટ લાઈટ મળીને ૧૦.૩૪ કરોડ રૂપિયા બિલ બાકી છે ત્યારે તેઓએ ગત માર્ચ મહિનામાં બાહેધરી આપી હતી કે બાકીનું બિલ હપ્તાથી ભરી દઈશું અને રેગ્યુલર બિલ પણ ભરીશું પરંતુ આજ દિન સુધી તેઓએ કોઈપણ નાણાંની ચુકવણી નહીં કરતા અત્રેની કચેરી તરફથી વીજ કનેક્શન કાપવાની ફરજ પડી છે તેમ જણાવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!