JUNAGADHMENDARDA

મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં લાભાર્થીઓને મળવા પાત્ર લાભોનું વિતરણ

મેરી કહાની મેરી જુબાની અંતર્ગત કલ્યાણકારી યોજનાઓથી લાભાનવિત થયેલ લાભાર્થીઓએ પોતાની વાત રજૂ કરી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા કૃષિ સહકાર અને પશુપાલન વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ, પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ગંગેડી આશ્રમના મહંત વિનુ મહારાજ, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, એપીએમસી ના ચેરમેન વિનુભાઈ રાજાણી, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનિષાબેન પાનસુરીયા, સમઢીયાળા ગ્રામ પંચાયતના સરપંચ ચિરાગભાઈ રાજાણી, અગ્રણી વિજયભાઈ પાનસુરીયા સહિત અગ્રણીઓએ વિકસિત ભારત રથને પરંપરાગત રીતે શાળાની બાળાઓની ઉસ્થિતિમાં કુમ કુમ તિલક દ્વારા સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં સમઢીયાળાના ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે તાલુકાનું સમઢીયાળા ગામ તરીકે વિકસીત ગામ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, ત્યારે સરકારની વિવિધ યોજનાઓની મહત્તમ લાભાર્થીઓ આજે આ ગામમાં જોવા મળી રહ્યા છે .લોકસમુદાયના સામુદાયિક કાર્યો ઊડીને આંખે વળગે તેવી રીતે આજે શોભાયમાન થઈ રહ્યા છે ત્યારે મોદીની ગેરંટી વાળો રથ સમઢીયાળાના ગામમાં આવ્યો છે, ત્યારે ગ્રામજનોએ ઉત્સાહિત ભાવે રથ ને આવકાર્યો અને જે રીતે કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી એ જ દર્શાવે છે કે આવનાર દિવસમાં ભારતનો વિકાસ સર્વોત્તમ રહેશે.
વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા અંતર્ગત સમઢીયાળા લેઉવા પટેલ સમાજના પટાંગણમાં વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતા પ્રદર્શન સ્ટોલ નું નિદર્શન કરાયું હતું અને આ પ્રદર્શન સ્ટોલ પર ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં યોજનાકીય જાણકારી હાસલ કરી અને પોતાની મળવા પાત્ર લાભો વિશે અવગત થયા હતા. આ તકે ઉપસ્થિત સૌએ ભારત ને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપવા સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરિખે જણાવ્યું હતું કે આજે જુનાગઢ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ફરતો વિકસિત ભારત સંકલ્પ રથ ભારત સરકારની ફ્લેગ શિપ યોજનાઓની જાણકારી આપે છે, અને તેમાં દિન પ્રતિદિન લક્ષ્યાંક ની સિદ્ધિ અવ્વલ થતી રહી છે.
આ તકે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પીએમજેએવાય યોજનાના લાભાર્થી દેવેન્દ્રભાઈ કોટડીયા અને પરસોત્તમભાઈએ પોતાને કેન્સર સંદર્ભે મળેલી સારવારની વિગતો આપી યોજનાથી આર્થિક લાભ મેળવવાની ખુશી વ્યક્ત કરીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
સોનલબેન વૈષ્ણવે ઉજ્વલા યોજના અંતર્ગત પોતાને મળેલ એલપીજી સિલિન્ડરની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શાળા અને લાકડાના યુગનો મારા ઘરથી અંત આવ્યો અને આજે અમે રાંધણ ગેસથી રસોઈ બનાવી અને આરોગ્યમય રીતે સારું જીવન જીવી રહ્યા છીએ તો પ્રાકૃતિક ખેતીના સફળતા હાંસલ કરનાર ખેડૂતેવા હર્ટિસી સિસોદિયાએ પોતાની પ્રાકૃતિક ખેતીની વિગતોની વાત કરતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીએ આવનારા દિવસોની જરૂરત છે. જો પ્રાકૃતિક ખેતીને અપનાવશો તો જ આરોગ્ય તંદુરસ્ત રહેશે અને ખેડૂતોના ખેતરની ઉપજ મૂલ્ય વર્ધિત થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!