JUNAGADHMANGROL

ટ્રાન્સપોર્ટમાં ઇંગલિશ દારૂની ખેપ મારતો વિસણ વેલના બુટલેગરને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

પોલીસે મોબાઈલ,મોટરસાયકલ,દારૂ, સહિત બે લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કર્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ચોરવાડ તાબેના વિસણવેલ ગામનો પંકાયેલ બુટલેગર ભરત ઉર્ફે ચોઈણી રામા જોરાએ બહારના રાજયમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે પાર્સલમાં મંગાવેલ વિદેશી દારૂની 39 પેટી જેમાં -૧૮૭૨ બોટલ જેની કિ.રૂ,૧,૮૭,૨૦૦.નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ, ની ટીમે કાર્યવાહી કરતા વિદેશી દારૂના ખેપીયાઓમાં કંપારી છૂટી જવા પામી હતી.
બનાવવાની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા નાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ને દબોચી ગેરકાયદેસરની પ્રવૃત્તિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પી.આઈ. જે.એચ.સિંધવ તથા પી.એસ.આઇ જે.જે.ગઢવી, ડી.કે.ઝાલા તથા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ ઈન્ચાર્જ પી.આઈ જે.જે.ગઢવી તથા પી.એસ.આઇ ડી.કે.ઝાલા તથા સ્ટાફને સંયુકતમાં ખાનગી રાહે ચોકકસ બાતમી મળેલ કે, દોલતપરા ઇગલ સામે આવેલ ટ્રાન્સપોર્ટમાં ચોરવાડ તાબેના વિસણવેલ ગામના ભરત ઉર્ફે ચોઈણી જોરાએ ટ્રાન્સપોર્ટના માલની આળમાં ગેરકાયદેસર દેશી બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. અને આ માલ લેવા ચોરવાડથી ભરત જોરા લેવા આવનાર છે. તેવી ચોકકસ હકિકત આધારે વોચમાં રહેતા એક ઇસમ માલની ડીલેવરી લેવા આવતા પાર્સલ બોકસમાં મળી આવેલ દેશી બનાવટના વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ બુટલેગર પાસેથી ૧,૮૭,૨૦૦. તેમજ મોટરસાયકલ, મોબાઈલ સહિત ૨,૦૯,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા દારૂના બુટલેગરોમાં કંપારી છૂટી જવા પામી હતી.

Back to top button
error: Content is protected !!