JUNAGADHMANGROL

માંગરોળના માનખેત્રાથી વિદેશી દારૂની 308 પેટી સહિત રૂા.૨૯.૩૮ લાખનો મુદામાલ ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

માંગરોળના માનખેત્રાથી વિદેશી દારૂની 308 પેટી સહિત રૂા.૨૯.૩૮ લાખનો મુદામાલ ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબીશન પ્રવૃતિને ડામી દેવા રેંજ આઈજી નીલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા સુચના કરવામાં આવેલ હોય, જે અનુસંધાને એલસીબી પીઆઈ જે.જે.પટેલ સહિત પીએસઆઈ. જે.જે.ગઢવી, તથા પો.સ્ટાફના એ.એસ.આઇ.નિકુલભાઇ પટેલ, વિક્રમભાઇ ચાવડા તથા પો.હે.કો. જીતેશભાઇ મારૂ, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સિસોદીયા તથા પો.કોન્સ. સાહીલભાઇ શમા તથા ડ્રા. પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ દિપકભાઇ બડવા વિગેરે સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય.
ત્યારે ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફને સંયુક્તમાં મળેલી બાતમી આધારે માંગરોળ તાલુકાના માનખેત્રા ગામેથી વિદેશી દારૂનો જથ્થા સાથે ત્રણ ઇસમની ધરપકડ કરી. માંગરોળ તાલુકાનાં માનખેત્રા ગામ પાસે કેશોદ રોડ પર આવેલ પિયુષ હીરાભાઈ ખેરના સીરામીક હબના ગોડાઉનમાં વિદેશી દારૂનો મસ મોટો જથ્થો કટીંગ થઈ રહ્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી હતી. આ રેઇડમાં વિદેશી દારૂની ૩૦૮ પેટી જેની કુલ કિ.રૂા.૧૩,૩૦,૩૨૦ /- સહિત વાહનો મળી કુલ રૂ. ૨૯,૩૮,૯૨૦/-  નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે આ દારૂના જથ્થાના કેસમાં દેવરાજ ઉર્ફે ભેમકુ કમાભાઈ રાડા, દેશૂર જેશાભાઈ કરમટા, મેરા પરબતભાઈ શામળા, રાજુ ખેતા કરમટા, મના કાના કટારા, રામ નારણભાઈ સામે ગુનો દાખલ કરી ઇસમોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પર ઝડપાયેલ આરોપી રવિ હમીરભાઈ ભારાઇ, પિયુષ હરીભાઈ ખેર, હિતેશ દિનેશભાઈ મેરૂડા વિરૂધ્ધ પોલીસ મથકમાં પ્રોહિબીશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!