NATIONAL

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં જવા માટે કોંગ્રેસની ‘ના’ કહ્યું- RSS અને BJPનો કાર્યક્રમ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થવાનો છે જેમાં દેશભરમાંથી આંમત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે હવે આ કાર્યક્રમમાં કોંગ્રેસે હાજરી આપવાનો ઈન્કાર કરી દીધો છે, આ સાથે જ આ મહોત્સવમાં કોંગ્રેસ પાર્ટી ભાગ લેશે કે નહીં તે અંગેની અટકળનો પણ અંત આવી ગયો છે.
કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને ફગાવી દીધું છે. આ સાથે જ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મોટા નેતાઓ આ કાર્યક્રમ માટે અયોધ્યા જશે નહીં. કોંગ્રેસે આ સમગ્ર કાર્યક્રમ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ઈવેન્ટ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતે થનારા રામ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી કોંગ્રેસને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગયા મહિને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું આમંત્રણ મળ્યું હતું. દેશના કરોડો ભારતીયો પ્રભુ શ્રી રામની પૂજા કરે છે. ધર્મ હંમેશા માણસની અંગત બાબત રહી છે ત્યારે ભાજપ અને આરએસએસએ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પોરજેક્ટ બનાવી દીધો છે. તેમણે આગળ કહ્યું કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આ સ્પષ્ટપણે આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના 2019ના ચૂકાદાને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને આ કાર્યક્રમ માટે આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કરીએ છીએ.

Back to top button
error: Content is protected !!