JETPURRAJKOT

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી એન્ટી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક

તા.૨૬ મે

વાત્સલ્યમ્ સમાચાર

કુલ ૨૨ અરજીઓ ચર્ચામાં લેવાઈઃ ત્રણમાં એફ.આઈ.આર. નોંધવા નિર્ણય

રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા એન્ટી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલી અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ કુલ ૨૨ અરજીઓ મુકવામાં આવી હતી. જેમાંથી ત્રણ અરજીમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે એક અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી, ૧૮ અરજીઓ પડતી મુકવામાં આવી હતી.

આ બેઠકમાં શહેર પોલીસ કમિશનરશ્રીના પ્રતિનિધિ, ઝોન-૧ ડીસીપીશ્રી સજનસિંહ પરમાર, અધિક નિવાસી કલેક્ટરશ્રી એસ.જે.ખાચર, ગ્રામ્ય પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ, તમામ પ્રાંત અધિકારીઓ, અન્ય પોલીસ અધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!