જૂનાગઢ યુવા સ્પર્ધકોની લાંબા સમયની આતુરતાને ન્યાય અપાવતા ધારાસભ્ય કોરડીયા

0
21
વાત્સલ્યમ્ સમાચાર

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પુરસ્કારમાં હવેથી 100% થી લઈ 950. % નો ધરખમ વધારો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ધારાસભ્ય સંજય કોરડીયા ની ધારદાર રજૂઆતને ધ્યાને લઈને માત્ર ૨૪ કલાકમાં નિર્ણય લઇ રાજયના આશાસ્પદ ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધામા ભાગ લેતા સ્પર્ધકો તથા તેના વાલીઓ માટે નિર્ણય લેવા બદલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રમત-ગમત મંત્રી હર્ષ સંધવી, નાણામંત્રી કનુભાઇ દેશાઇ તથા પ્રભારીમંત્રી રાધવજી પટેલને સંયુકતરૂપે અભિનંદન પાઠવતા ધારાસભ્ય કોરડીયા, ભારતીય જનતા પક્ષ જૂનાગઢ મહાનગર તથા જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસકપક્ષનેતા તથા દંડક સહિતનાઓએ ઉપસ્થિત રહી સરકાર અને જવાબદાર મંત્રી સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો

જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજય સરકારમાં લાંબા સમયથી થતી માંગણી, રજુઆતો અને દરખાસ્તો પરત્વે જૂનાગઢના ગિરનાર પર્વત પર યૌવન અને કૌશલ્યને પડકારતી એવી ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધાની બંન્ને કેટેગરી રાજયકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોમાં વિજેતા બનતા સ્પર્ધકોને પુરષ્કાર રાશી માં સન્માનનીય વધારો કરવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ આગેવાનો, શહેર ભારતીય જનતા પાર્ટી, વિવિધ રમત-ગમત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા વિવિધ પદાધિકારીઓ ધ્વારા વક્તો વખત આ અંગે રજુઆતો કરવામાં આવતી હતી, અને સૌ કોઇએ આ પુરષ્કાર રાશીમાં વધારો થાય તે માટે વિવિધકક્ષાએ રજુઆતો કરેલ હતી.
જેમાં ગઇકાલે વિધાનસભા ગૃહમાં આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ધ્વારા આ બાબતે રજુઆત કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જીન સરકાર તથા રાજયની સંવેદનશિલ સરકાર ધ્વારા માત્ર ૨૪ કલાકના સમયગાળામાં આ બાબતને ધ્યાને લઇ આજરોજ ગૃહમાં ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોની પુરષ્કાર રકમમાં વધારો કરવા બાબતે રાજય સરકારે મંજુરી આપી સ્પર્ધકોને પ્રોત્સાહીત, ઉત્સાહીત તથા પ્રેરીત કરેલ છે તેવું ધારાસભ્ય ની યાદીમાં જણાવ્યું છે .
ગુજરાત બેવળી ગતીએ રમત-ગમત ક્ષેત્રમાં આગળ વધે તથા કૌશલ્યપુર્ણ, આશાસ્પદ અને યુવા તરવરાટને તેમના કૌશલ્ય પ્રદર્શનનું પુરતું બહુમાન મળે તે માટે રાજય સરકાર ધ્વારા ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાની ગૃહમાં રજુઆતને સ્વીકારી આજરોજ તમામ પુરષ્કાર રાશીમાં વધારો કરવાનો નિર્ણય કરેલ છે.

આભને આંબવા અને ગિરનારને સર કરવા દોટ મુકતા સ્પર્ધકો તથા તેના વાલીઓ આ સ્પર્ધાને લઇને પુરા ૧ વર્ષ સુધી મહેનત કરતા હોય છે ત્યારે આજસુધી આ સ્પર્ધાના અંતે વિજેતાઓને મળતી ૧ ઇનામી રાશીની રકમ સાવ સામાન્ય ગણી શકાય તેવી હતી જે રકમમાં સત્વરે વધારો કરવા બદલ રાજયના મુખ્યમંત્રી, રાજયના ગૃહ એવમ રમત-ગમત મંત્રી, નાણામંત્રી, પ્રભારીમંત્રી જૂનાગઢ ધારાસભ્ય કોરડીયાએ અંતઃકરણ પૂર્વક આભાર માનેલ.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ બાબતે લાંબા સમયથી જૂનાગઢ ખાતેથી વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ રાજકિય આગેવાનો, વિવિધ રમત-ગમત પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થાઓ, ભારતીય જનતા પક્ષના વિવિધ હોદેદારો, જૂનાગઢ મહાનગરના વિવિધ હોદેદારો, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસકપક્ષના નેતા, દંડક જૂનાગઢના પ્રેસ-મિડીયા ધ્વારા પણ આ બાબતે નિર્ણય લેવા માટે રજુઆતો કરવામાં આવી છે તેઓનો પણ પુરતો સાથસહકાર રહયો છે ત્યારે તમામ ક્ષેત્રના આગેવાનોનો પણ આભારી માનવામાં આવે છે.
આ તમામ રજુઆતોને અંતે સંવેદશનીલ નિર્ણય લઇ રમતવીરો અને સ્પર્ધકોની ઇનામી રાશીમા તત્કાલ વધારો કરવા બદલ ધારાસભ્ય કોરડીયા, જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પુનિત શર્મા તથા ટીમ, તથા મહાનગરપાલિકા-જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર તથા પદાધિકારીઓની સમગ્ર ટીમ ધ્વારા સંયુકતરૂપે આ હિતલક્ષી નિર્ણયને આવકારી રાજય સરકારને અભિનંદન પાઠવવામાં આવેલ.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews