JUNAGADHMANGROL

ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા ધારાસભ્ય

ધારાસભ્ય દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને માંગરોળ તાલુકાના સરમા અને સામરડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સરમા અને સામરડા ગામે રથ આવી પહોંચતા ઢોલ શરણાઈ સાથે પરંપરાગત રીતે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
ધારાસભ્ય દેવાભાઈ માલમ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્યએ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી, આઇસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની દર્શન અને વિવિધ યોજનાઓ ની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે ‌ રાજ્યની સાથે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેનો વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત માંગરોળના પ્રમુખ, કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!