JUNAGADHJUNAGADH CITY / TALUKO

ગિરનારની પરિક્રમા ના રુટ પર સફાઈ અભિયાન અવિરત: ૬.૯ ટન કચરો એકત્ર કરાયો

ગિરનારની પરિક્રમા ના રુટ પર સફાઈ અભિયાન અવિરત: ૬.૯ ટન કચરો એકત્ર કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં યાત્રિકો દ્વારા ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે નાયબ વન સંરક્ષકશ્રી, જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢની સુચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન તળે પરીક્ષેત્ર વન અધિકારી, ડુંગર દક્ષિણ પરીક્ષેત્ર, જૂનાગઢ અને પરીક્ષેત્ર ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢ હેઠળના પરિક્ર્મા રૂટની સાફ-સફાઇ કરી જંગલ વિસ્તારને પ્લાસ્ટિક અને કચરો મુકત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવેલ હતું.
જેના ભાગરૂપે ડુંગર દક્ષિણ પરીક્ષેત્ર, જૂનાગઢના કાર્યવિસ્તારમાં આવતા બોરદેવી રાઉન્ડના અંધારી અને નળપાણી બીટ તળેના બોરદેવી મંદિર ગ્રાઉન્ડ તેમજ બાવળકાંટ વિસ્તારમાં વન વિભાગના 10 મજુરો અને આર.એસ.એસ. ગ્રુપ, જૂનાગઢના 45 લોકો, બોરદેવી રોડ આજુબાજુ તેમજ તાતણીયા કેડી વિસ્તારમાં સ્વામિનારાયણ ગુરૂકુળ, જૂનાગઢના 400 શિક્ષકો અને વિદ્યાર્થીઓ, નળપાણી જગ્યા થી નળપાણી ઘોડી વિસ્તારમાં વસુંધરા નેચરલ કલબ, જૂનાગઢના 65 લોકો દ્વારા તમામ વિસ્તારોમાં મજુરો, લોકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કુલ અંદાજિત 5.2 ટન પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
તેમજ ડુંગર ઉત્તર પરીક્ષેત્ર, જૂનાગઢના કાર્યવિસ્તારમાં જાંબુડી રાઉન્ડમાં પટેલ સાયન્સ સ્કુલ, ધોરાજીના 70 શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અંદાજિત 700 કિ.ગ્રા., માળવેલા ધોડી તેમજ સરકડીયા ઘોડી ઉતરતા વિસ્તારમાં વડાલ સ્કુલના 110 શિક્ષકો અને વિદ્યાર્થીઓ, ભગતસિંહ યુવા સમિતિ, બાબરાના 16 લોકો દ્વારા અંદાજિત 1 ટન પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
આમ, વન વિભાગના સ્ટાફ, મજુરો, અલગ-અલગ સંસ્થાઓના લોકો, સ્કુલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન અંતર્ગત ગિરનાર જંગલ વિસ્તારમાં સાફ-સફાઇ કરી “જંગલ હે તો જીવન હે” સુત્રને સાર્થક કરતા ગિરનાર લીલી પરિક્રમા રૂટ પરથી અંદાજિત 6.9 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની ઉત્તમ કામગીરી દ્વારા જંગલ વિસ્તારને પ્લાસ્ટિક અને કચરા મુકત બનાવવા તરફ અગ્રીમ ફાળો આપવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!