BHARUCHBHARUCH CITY / TALUKO

બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી ચૂંટણીમાં તમામ વ્યક્તિ મતદાન કરે તે માટે ઘર સંપર્ક કાર્યક્રમ યોજાયો

શિક્ષકો વાલીઓને તેમના બાળકોની પ્રગતિની ચર્ચા કરી પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડશે

ભરૂચ-  લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર, શિક્ષાણાધિકારી કચેરી અંકલેશ્વરના શિક્ષકો દ્વારા શાળાઓમાં ૧૪૯૩ જેટલા બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં તમામ વ્યક્તિ મતદાન કરે તેની સમજૂતી માટે રૂબરૂ ઘર સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે શિક્ષણાધિકારીશ્રી અંકલેશ્વર ડો. દિવ્યેશ પરમારની પ્રેરણાથી બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી મતદાન જાગૃતિ અને વાલીઓ સાથે તેમના બાળકોની પ્રગતિની ચર્ચા કરી પરિક્ષાલક્ષી માર્ગદર્શન શિક્ષકો પુરું પાડશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!