HALVAD:હળવદ પોલીસે માત્ર 10 દિવસમાં અલગ અલગ 3 સ્થળે જુગારની રેડ કરી જેમાં કુલ 24 જેટલા જુગારીઓ સામે ગુનો નોધ્યો
HALVAD:હળવદ પોલીસે માત્ર 10 દિવસમાં અલગ અલગ 3 સ્થળે જુગારની રેડ કરી જેમાં કુલ 24 જેટલા જુગારીઓ સામે ગુનો નોધ્યો
શ્રાવણ માસ શરુ થતાની સાથે જ હળવદ તાલુકામાં જાણે જુગાર મોસમ ખીલી હોય તેમ સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર જુગારની મહેફીલો જામી રહી છે હળવદ પોલીસે માત્ર 10 દિવસમાં અલગ અલગ 3 સ્થળે જુગારની રેડ કરી હતી જેમાં કુલ 24 જેટલા જુગારીઓ સામે ગુનો નોધ્યો હતો સાથે સાથે જે સ્થળેથી જુગાર રમાઈ રહ્યો હતો તેવા જુગાર ની પટ્ટ માંથી રોકડ રકમ પણ મળી હતી જેની અંદાજીત કિંમત 1લાખ 93 હજાર કરતા પણ વધુની થાય છે.
જોકે આ જુગારની રેડમાં એક પણ સ્થળેથી પોલીસને મોબાઈલ કે વાહન હાથમાં ન આવતા ભારે આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે સાથે જ મોરબી એલસીબીએ હળવદના દેવીપુર થી રેડ પડી હતી. જેમાં ત્રણ આરોપી ઝડપાયા હતા રોકડ રકમ 61200 પકડાઈ હતી તેમાં પણ એલસીબી ને મોબાઈલ કે પછી વાહન મળ્યા ન હતાં.
તાલુકામાં જ્યારે ગોલાસણમાંથી 12 જુગારીઓ ઝડપાયા તેમાં ગોલાસણ, રણછોડગઢ ,રાયદ્રા ,સુંદરગઢ ,જુના ઇસનપુર, શીરોઈ, કવાડિયા સહિતના સાતથી વધુ ગ્રામ્ય વિસ્તારના લોકો ઝડપાયા હતા તો શું એ લોકો ચાલીને જુગાર રમવા આવતા હશે મોબાઈલ લીધા વગર જુગારમાં આવતા હશે આ બધા જ પ્રશ્ર્નોે હાલ તો હળવદ પોલીસ ઉપર થઈ રહ્યા છે
શ્રાવણ માસ સિવાય 11 મહિનામાં કોઈપણ જુગારી જ્યારે પણ પકડાય ત્યારે હળવદ પોલીસ પોતાની વાહ વાહી લૂંટવા માટે મીડિયા ને આરોપીઓના ફોટા આપતી હોય છે પરંતુ શ્રાવણ માસમાં જાણે કે નિયમ અલગ બની જતા હોય તેમ મીડિયા ને પણ આરોપી થી દૂર રાખવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક શ્રાવણ માસ એટલે પોલીસ માટે રૂપિયા કમાવવાની સિઝન હોય ને તેવું લાગી રહ્યું છે.