DASADAGUJARATSURENDRANAGAR

દસાડા ગોપાલ હોટલમાં સોનાના ચેનની લૂંટ કરી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

તા.08/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મળતી માહિતી મુજબ માંડલના કાંતિભાઈ છનાભાઈ ગમારા દ્વારા દસાડા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ દસાડા ખાતે આવેલી ગોપાલ હોટલમાં દસાડા ગામના સહેજાદશા સલીમશા દિવાન, લુકમાન ઉર્ફે બાદશાહ યુસુફભાઇ કુરેશી અને ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા સિગારેટ લઈ અને જતા હતા તે દરમ્યાન હોટલના કાઉન્ટર પર તૈનાત સતીષસિંહે એમની પાસેથી સિગારેટના પૈસા માંગતા આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા જેથી હોટલના કાઉન્ટર પર બેઠેલા અતુલસિંહે ગાળો બોલવાની ના પાડતા તેને પકડી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા અને સાથે આવેલા ઇમરાનખાન મહંમદખાન પઠાણ દ્વારા ચપ્પુ કાઢી અને હુમલો કરવા આવ્યો હતો બાદમા કાઉન્ટર પર ફરજ બજાવતા કાંતિભાઈ છનાભાઈ ગમારાના ગળામાંથી પહેરેલો સોનાનો ચેઇન રૂ.80,000 ની કિંમતનો કાઢી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં કાંતિભાઈ ગમારા દ્વારા ઉપરોક્ત ત્રણેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી વધુ તપાસ દસાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ. વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!