NAVSARIVANSADA

નવસારી જિલ્લા કાર્યપાલક ઇજનેર (મા.મ.વિભાગ) ઉનાઇ ઉત્સવ vansda.બાબત નું કોઈ પણ નિવેદન આપવા તૈયાર નથી.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ – વાંસદા

નવસારી જિલ્લા  કાર્યપાલક ઇજનેર (મા.મ.વિભાગ) ઉનાઇ ઉત્સવ બાબત નું કોઈ પણ નિવેદન આપવા તૈયાર નથી.

 

સુપ્રસિધ્ધ ઉનાઇ માતાજી ના મંદિર ખાતે ઉજવાયેલ ઉનાઈ ઉત્સવની કામગિરી માં મોટો ભષ્ટ્રાચાર થયો હોવાની આશંકા!

 

ઉનાઇ ઉત્સવ માટે બે દિવસ માટે ના મંડપ અને લાઈટ ડેકોરેશન નો ખર્ચ ૧૭ લાખ થી વધૂ પણ હોઈ પણ જાત નું ટેન્ડર કર્યા વગર ચૂકવણું પણ થઈ ગયું હોવાની ચર્ચા.

 

ઉનાઈ ઉત્સવ માં મંડપ અને લાઈટ ડેકોરેશન ની કામગિરિ શું જિલ્લા યુવા વિકાસ વિભાગ દ્વારા કરાવી કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાવી કે પછી પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી?

 

 

નવસારી જિલ્લામાં આવેલ એક માત્ર પવિત્ર યાત્રા ધામ ઉનાઇ માતાજીનું મંદિર કે જે ખૂબ જ વિખ્યાત મંદિર છે. જ્યારે આ વિખ્યાત મંદિર માં હાલ તો સરકાર શ્રી આ પવિત્ર યાત્રાધામ ને સરકાર હસ્તક નું ટ્રસ્ટ બનાવી મંદિરનું સુશોભન અને જાળવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વિખ્યાત મંદિર ખાતે ઉનાઈ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ઉનાઈ ઉત્સવ ચાલુ વર્ષ દરમિયાન તા.૨૩/૦૨/૨૦૨૩અને તા ૨૪/૦૨/૨૦૨૩ એમ બે દિવસ ઉનાઈ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવેલ હતો.ત્યારે આ ઉનાઈ ઉત્સવ નો ખર્ચ હાલ ચર્ચાનો વિષય બની જવા પામ્યું છે.ત્યારે સરકારશ્રી દ્વારા આ મંદિરના વિકાસ માટે લાખોનો ખર્ચો કરવામાં આવે છે.જ્યારે અમૂક અધિકારીઓ દ્વારા કામગિરિ માં મોટો ગોટાળો કરવામાં આવતો હોય એમ પ્રતિત થઈ રહ્યું છે.જ્યારે RTI દ્વારા ઉનાઈ ઉત્સવ દ્વારા કરવાંમાં આવેલ ખર્ચ અને સમગ્ર બાબત ની માહિતીની માંગણી કરવામાં આવી હતી. ત્યારે અલગ અલગ વિભાગ દ્વારા મંડપ ડેકોરેશન અને લાઈટ ડેકોરેશન માટે નો ખર્ચ ૧૭લાખ થી વધુ દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે આ કામગીરી માટે નું કોઈ પણ ટેન્ડર્સ પ્રકિર્યા કે પછી અલગ અલગ એજન્સીઓના કોટેશન કે બીજી કોઈ માહિતી આપવામાં આવી ના હતી. ત્યારે શું આ એજન્સીને કામ નું ચૂકવણી કરી દેવામાં આવ્યું છે. જ્યારે કામગીરી નું ચુકવણું કરી દેવામાં આવ્યું તો કયાં વિભાગ દ્વારા કરવામાં આવ્યું. શું રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એ કર્યું કે પછી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું કે પછી પ્રાંત અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું? ક્યાં વિભાગ ને ટેન્ડર્સ પ્રક્રિયા વગર ૧૭ લાખ થી વધૂ રકમ ના ચૂકવવાની કે કામગીરી આપવાની સત્તા? ત્યારે આ બાબત ની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો જરૂરી જણાય રહી છે. ત્યારે આવનારાં દિવસોમાં ઉચ અધિકારીઓ આ બાબત ને ગંભીરતાપૂ્વક ધ્યાન પર લઈ મંદિર જેવા ધાર્મિક સ્થળો પર આ સરકારી અધિકારીઓ ની લાલિયાવાડી ની કોઈ ચોક્કસ તપાસ કરી પગલાં લેવડાવશે કે કેમ એ જોવું રહ્યું.

 

બોક્સ:૧

જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મંડપ ડેકોરેશન અને લાઈટ ડેકોરેશન ની કામગિરિ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે કરાવી એમ જણાવ્યું હતું. જ્યારે સવાલ એ ઉદભવે છે કે કામગીરી જૉ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે કરાવી તો શું આ કામગિરી નું ચુકવણું જિલ્લા યુવા વિકાસ અધિકારીઓ કર્યું? શું જિલ્લા યુવા વિકાસ અધિકારી ને ૧૭ લાખ થી વધુ ના રકમની ચૂકવણી ટેન્ડર્સ વગર કરવાની કરવાની સત્તા ખરી? ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારીનું ફકત એક જ રટણ કે આ સમગ્ર બાબત રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે કરાવી તો શું ખોખો ની રમત રમી કોઈ મોટો ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?

 

બોક્સ:૨

રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ ચીખલી ને આ બાબત ની હકીકત ટેલિફોનીક સંપર્ક કરી પૂછતાં આ સમગ્ર બાબત નવસારી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ ના કાર્યપાલક ઈજનેર ને પૂછવા જણાવ્યું હતું. જ્યારે આ કામગિરી ની વધુ માહિતી મેળવવા નવસારી કાર્યપાલક ઈજનેર નિલય નાયક ને ટેલિફોનીક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે હું કોઈ માહિતી ફોન પર આપી શકું એમ નથી જે કંઈ પૂછવું હોય ઓફિસ પર આવી મળી જાજો એમ જણાવ્યું હતુ. જ્યારે ઓફસ પર જઈ આ બાબત નું નિવેદન હું આપી શકું તેમ નહીં એમ જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારે શું કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કોઈ બાબત છુપાવવા માંગે છે?

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!