GUJARAT

ચેક રિટર્ન કેસમાં કાલોલ કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને વળતર આપવાનો હુકમ

તારીખ ૨૧/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અંબાલા ગામના ફરિયાદી સાલમસિંહ ઉદયસિંહ રાઠોડની ફરિયાદને આધારે ટોપનદાસ પોહુમલ કામનાની એ ખેતીની ઉપજમાં ઘઉં અને બાજરી ખરીદી બાકી નાણા પેટે આરોપીએ ૧,૭૨,૬૮૫ નો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા નો ટીંબા શાખાનો ચેક આપેલ હતો જે ફરિયાદીએ સનશોલી બ્રાન્ચ મા જમા કરાવતા અપૂરતા ભંડોળ ને કારણે પરત થયો હતો જેથી કેસ તા ૧૨/૦૯/૨૦૧૮ ના રોજ દાખલ કરેલ હતો ફરિયાદી તરફે આર બી પરમાર ની ધારદાર દલીલો ને ધ્યાનમાં રાખી કાલોલ કોર્ટના એડી ચીફ જ્યું મેજી આર.જી યાદવે ચુકાદો આપતા ટિંબા ખાતેના ગણેશ ટ્રેડર્સ ના આરોપી ટોપનદાસ પોહુમલ રે ગોધરા ને એક વર્ષની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો અત્યારે જે જે લોકો નાણા લઈ નહીં ચૂકવતા તત્વો સમગ્ર પંચમહાલ જિલ્લા અને કાલોલ તાલુકામાં ક્રેડિટ સોસાયટી અને બેંકો માંથી નાણા લઈ ચેક આપી જે ધિરાણ લઈ ગયા છે એવા લોકો આ ચેક રિટર્ન નો ચુકાદો ધ્યાને લઈ લીધેલા નાણા સમયસર પરત ન કરે એવા લોકો માટે આ ચુકાદો દાખલા રૂપ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!