JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ સગીરાની છેડતી સાથે ધંધા ખાર રાખી પરિવાર પર હુમલો

લાકડાં કાપવાના મુદ્દે સોનાપુરી સ્મશાન પાસે બબાલ સર્જાઇ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગતરાત્રીના લાકડા કાપી સ્મશાન ખાતે કોન્ટ્રાક્ટથી નાખતા પરિવાર પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને પરિવારની મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચવા પામી હતી. જેમાં એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા યુવાન સહિત ત્રણેયને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ ગિરનાર દરવાજા પાસેના ગણેશ નગરમાં રહેતા અને લાકડા કાપવાની મજૂરી કરતા રાકેશ શેષનાથ વર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પરિવાર લાકડા કાપીને સ્મશાન ગૃહમાં નાંખે છે. આ બાબત શબ્બીર હુસેન ઉર્ફે મસ્તાન મહમદ હુસેન રફાઇને તે ગમતું ન હોય જેનો ખાર રાખી સ્મશાન ના ગેઇટ પાસે જ શબ્બીરે છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં શાહિ શેખ, દિલાવર અને દાદાબાપુ ગુલામ હુસેન સહિત ચારેય શખ્સોએ માથામાં લાકડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે રાકેશ વર્માના ભાઇઓ, માતા, પિતાને પણ મુંઢમાર માર્યો હતો. જ્યારે સામાપક્ષે શબ્બીર હુસેન ઉર્ફે મસ્તાન મહમદ હુસેન રફાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કુંદબનબેન શેષનાથ વર્માની દિકરી સામે કેમ જુએ છે? તેમ કહી શેષનાથ વર્મા, કુંદનબેન વર્મા, રાકેશ વર્મા, ઋષિ વર્માએ ઢીકાપાટુનો માર માર્યો છે. જ્યારે રાકેશ વર્માએ કુહાડીનો ઘા હાથ, માથા, કાંડામાં માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભવનાથ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જ્યારે ફરીયાદી રાકેશ વર્માએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે આ મામલે વાસ્તવિકતા એ હતી કે આરોપી શબ્બીર ઉર્ફે મસ્તાન વાળી ટોળકી તેમનો પણ લાકડાની મજુરી કામનો ધંધો હોય આ ઘણા સમયથી અમારા પરિવાર ને મળેલ કોન્ટ્રાકટ તેની આંખમાં કણાની જેમ ખટકતો હોય, અને અવારનવાર ગેરકાયદેસર રૂપિયાની માંગણી કરતો હોય, તેમજ અમારી સગીર વયની બહેનની છેડતી પણ કરતો હતો, જે બાબતે પ્રથમ બોલાચાલી થયેલ અને બાદમાં મામલો ઉશ્કેરાયો હતો, અને અમારા પરિવાર પર ઉપરોક્ત લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં પોલીસ દ્વારા અમારી કોઈ રજૂઆત સાંભળ્યા વગર મનઘડત રીતે ગુન્હો નોંધી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લેવાયો લાગી રહ્યું છે, કારણ કે છેડતી સંદર્ભે અમારા દ્વારા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું છતાં પણ પોલીસ દ્વારા સગીરા સાથે થતી અવાર નવાર છેડતી જેવા ગંભીર પ્રકારના ગુનાઓને નજર અંદાજ કરાયાની ભૂલ સુધારવાના બદલે અમારા પર વર્ધીનો રોફ જમાવવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!