ARAVALLIBHILODAGUJARAT

અરવલ્લી : દિવાળી પહેલા જ શામળાજી ચેકપોસ્ટ પરથી 25 લાખના દારૂ સાથે એક આરોપી ઝડપાયો,દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી : દિવાળી પહેલા જ શામળાજી ચેકપોસ્ટ પરથી 25 લાખના દારૂ સાથે એક આરોપી ઝડપાયો,દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,

અરવલ્લી : શામળાજી પોલીસે બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવ્યું,ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપ્યો

રાજ્યમાં કડક દારૂબંધીની અમલવારીની વાતો વચ્ચે વિદેશી દારૂ પીવાના શોખીનો દારૂ પીવાના બહાના બનાવી વર્ષે દહાડે અબજો રૂપિયાનો દારૂ ઘટઘટાવી રહ્યા છે રાજ્યમાં તહેવાર ટાણે દારૂપીવાનું ચલણ વધી રહ્યું છે દિવાળી પર્વમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરોના નિતનવા નુસ્ખા નાકામીયાબ થઇ રહ્યા છે

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમને રાજસ્થાનના ઉદેપુરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં આવી રહ્યું હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રક કન્ટેનર આવતા અટકાવી કોર્ડન કરી કન્ટેનરની તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની પેટી-445 કુલ બોટલ નંગ-5340/- કીં.રૂ.2505600/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક યમુનાપ્રસાદસિંહ રતનસિંહ રાજપૂત(રહે,ભીમ,રાજસમંદ-રાજ)ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ મળી કુલ.રૂ.3507600/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ હજારીસિંહ રાજપૂત (રહે,અજમેર-રાજ)નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!