AHAVADANG

ડાંગ જળસ્ત્રાવ વિકાસ એકમ વોટરશેડ વિભાગના વિકાસકીય કામોનું ખાતમુહૂર્ત વિજયભાઈ પટેલનાં હસ્તે કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ વિસ્તારમાં જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ વોટરશેડ વિભાગ અંતર્ગત કુલ 266.78 લાખનાં કામોમાંથી 10 લાખનાં વિકાસકીય કામોનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે કરાયુ….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ વિસ્તારમાં આવેલ કાંચનઘાટ પ્રોજેકટનાં ગલકુંડ,પીપલપાડા, મોહપાડા,વનાર, આંબાળીયા, ઉમર્યા,વાંકી,પાયરપાડા,ચીંચપાડા,જાખાના,રાનપાડા,ભૂરાપાણી,ભાપખલ જેવા ગામોમાં વહેતા પાણીની સંગ્રહ કરવા માટે તથા ખેડૂતોને પાણીની સવલતો મળી રહે તે માટે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ડાંગ આહવાનાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત એન્ટ્રી પોઈંટ એકટીવીટી,વર્ક ફેઝ તથા લાઈવલીહુડ અને માઈક્રો એન્ટર પ્રાઈઝ હેઠળનાં 403 કામો માટે રૂ.266.78 લાખનાં કામો આવરી લેવાયા છે.જેમાંથી આજરોજ પીપલપાડા,વાંકી અને ગલકુંડ ખાતે બે ચેકડેમ,એક ભૂગર્ભ ટાંકી, અને એક ખેતતલાવડી મળી કુલ 10 લાખનાં કામોનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલનાં હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતે પ્રધાનમંત્રીની યોજનાઓનો ચિતાર આપ્યો હતો.તેઓએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર છેવાડેનાં ડાંગ જિલ્લામાં વિકાસ માટે કટિબદ્ધ બની છે. ત્યારે સૌ કોઈએ આગળ આવીને જિલ્લાનાં વિકાસકીય નકશામાં મદદરૂપ બનવુ જોઈએ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત,તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળાબેન રાઉત,વઘઇ પ્રમુખ શંકુતલાબેન પવાર,જિલ્લા સદસ્ય મયનાબેન બાગુલ,તાલુકા સદસ્ય સુરેશભાઈ ચૌધરી, લક્ષ્મીબેન ગવળી,પ્રાયોજના નિયામક એસ.ડી.તબિયાર,ટેક્નિકલ હિમાંશુ ગાંધી સહીત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!