GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ગ્રામ્યનાં સ્પર્ધકો-કલાવૃંદો માટે તાલુકાકક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ, આગામી તા.૨ થી ૦૯ ડિસેમ્બર દરમિયાન યોજાશે

તા.૨૯/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્રારા સંચાલીત “તાલુકાકક્ષા કલા મહાકુંભ :૨૦૨૩-૨૪” નું આયોજન તા.૦૨/૧૨/૨૦૨૩ થી તા.૦૯-૧૨-૨૦૨૩ દરમ્યાન રાજકોટ જિલ્લાનાં તાલુકામાં કરવામાં આવ્યું છે. આ તાલુકાકક્ષા કલા મહાકુંભમાં અગાઉથી નિયત સમયમાં અરજી કરનાર સ્પર્ધકો વચ્ચે વક્તત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહ ગીત, લોકગીત/ભજન, હાર્મોનિયમ (હળવું), તબલા, એકપાત્રીય અભિનય જેવી ૧૪ કૃતિઓ માટે હરીફાઈ યોજવામાં આવશે. તાલુકાકક્ષાની સ્પર્ધા માટે અરજી કરનાર સ્પર્ધકોએ તાલુકાની સ્પર્ધા માટે નિયત સમયે જણાવેલ સ્થળે પોતાનું રિપોર્ટીંગ કરાવી સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. તાલુકાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક-કલાવૃંદ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

કોટડા સાંગાણી તાલુકામાં શ્રી સરદાર વિદ્યાલય, રામોદ ખાતે તા. ૦૨-૧૨-૨૦૨૩ સવારે ૦૯:00 કલાકે, ધોરાજી તાલુકામાં શ્રી આદર્શ સ્કુલ, ધોરાજી,કલ્યાણ સોસાયટી ખાતે તા. ૦૩-૧૨-૨૦૨૩ સવારે ૦૯:00 કલાકે, જેતપુર તાલુકામાં શ્રી આદર્શ સ્કુલ ધોરાજી, કલ્યાણ સોસાયટી ખાતે તા. ૦૩-૧૨-૨૦૨૩ સવારે ૦૯:00 કલાકે, ગોંડલ તાલુકામાં શ્રી ધોળકીયા સ્કુલ ગોંડલ ખાતે તા. ૦૩-૧૨-૨૦૨૩ સવારે ૦૯:00 કલાકે, લોધિકા તાલુકામાં શ્રી સર્વોદય સેકન્ડરી સ્કૂલ, પાળ ખાતે તા. ૦૩-૧૨-૨૦૨૩ સવારે ૦૯:00 કલાકે, ઉપલેટા તાલુકામાં શ્રી બી.આર.એસ. કોલેજ, ડુમીયાણી ખાતે તા. ૦૪-૧૨-૨૦૨૩ સવારે ૦૯:00 કલાકે, પડધરી તાલુકામાં લોટસ સ્કુલ, પડધરી બાયપાસ,ઓવરબ્રીજની બાજુમાં તા. ૦૫-૧૨-૨૦૨૩ સવારે ૦૯:૦૦ કલાકે, રાજકોટ તાલુકામાં શ્રી હેમુ ગઢવી નાટયગૃહ,રાજકોટ ખાતે તા. ૦૬-૧૨-૨૦૨૩ બપોરે ૧૨:૩૦ કલાકે, જસદણ તાલુકામાં અલ્ટ્રા માય સ્કુલ, વિછીયા રોડ ખાતે તા. ૦૭-૧૨-૨૦૨૩ સવારે ૦૯:૩૦ કલાકે, વિછીંયા તાલુકામાં શ્રી આદર્શ માધ્યમિક શાળા, અમરાપુર ખાતે તા. ૦૯-૧૨-૨૦૨૩ સવારે ૦૯:૩૦ કલાકે સ્પર્ધકોએ પહોંચવાનું રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!