NAVSARI

યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે માન્યતા અપાતા સર સી.જે.એન.ઝેડ મદ્રેસા સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારીના સર સી. જે. એન. ઝેડ. મદ્રેસા સ્કૂલ ખાતે આજે ઐતહાસિકક્ષણની ઉજવણી કરવામાં આવી
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, નવસારી દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે ‘‘ગુજરાતનો ગરબો’’ કાર્યક્રમ  અંતર્ગત મળનાર વિશિષ્ટ સન્માનનું લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા  નવસારીના સર સી. જે. એન. ઝેડ. મદ્રેસા સ્કૂલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે નવસારીના ધારસભ્યશ્રી રાકેશ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહયા હતા .આપણી ગુજરાતી પરંપરામાં ગરબાનું વિશિષ્ટિ સ્થાન છે. જેનાં ગૌરવમાં વધારો કરતાં યુનેસ્કો (UNESCO) ની  યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ‘‘ગુજરાતના ગરબા’’ને ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તરીકે અંકિત થયેલ છે . જે આ યાદીમાં સામેલ થનાર ભારતની ૧૫મી (ICH) વિશેષતા હશે. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત  સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ‘ગુજરાતના ગરબા”ની ઉજવણી કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાયો હતો. લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ નવસારીના યુવાનો દવરા ‘ગુજરાતના ગરબા ‘ થીમ હેઠળ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!