DEDIAPADAGUJARATNARMADA

ચૈતર વસાવાની કલેકટર સમક્ષ માંગ મિટિંગોમાં સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ કરનાર એક વ્યક્તિને હાજર રાખો

ચૈતર વસાવાની કલેકટર સમક્ષ માંગ મિટિંગોમાં સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ કરનાર એક વ્યક્તિને હાજર રાખો

તાહિર મેમણ- ડેડીયાપાડા- 27/09/2025 – ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત એટીવીટીની બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી અને સીસીટીવી ચાલુ હોય તેવા બેઠક રૂમમાં મીટીંગ કરવા માટે રજૂઆત કરી હતી અને સાથે સાથે રજૂઆત કરી હતી કે એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરે તથા રૂમમાં કોઈ પણ કાચની વસ્તુઓ રાખવામાં ન આવે. આ મુદ્દા પર વિસ્તૃતમાં વાત કરતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હું કલેક્ટર સાહેબને મળ્યો અને મેં માંગ કરી કે જ્યાં પણ મીટીંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ, એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ અને કાચના ગ્લાસ સહિત કોઈ પણ કાચની વસ્તુઓ હોવી જોઈએ નહીં. આજે 13 કરોડ FRAના કામોનું આયોજન હતું, 60 કરોડ ગુજરાત પેટર્ન યોજનાના કામનું આયોજન હતું, જેને લઈને આજે બેઠક થઈ હતી. પણ આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી. જેથી અમે કલેક્ટરને આજ સાંજેના છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું કહ્યું છે અને તેઓ સાંજ સુધીમાં માહિતી અમને આપશે. મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની બાંહેધરી પણ કલેક્ટરે અને માહિતીના અધિકારીએ આપી છે.

 

અમલીકરણ અધિકારીઓ કામ પર ધ્યાન આપતા નહીં હોવાને કારણે વર્ષ 2023-24 અને 2024-25 ની વણવપરાયેલી ગ્રાન્ટ આજે પડી રહેલી છે. બીજી વસ્તુ એ પણ ધ્યાનમાં આવેલી છે કે, અધિકારીઓએ બહારના કોન્ટ્રાક્ટરો સાથે મળીને તેના પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજન કરી દીધા છે. ગુજરાત પેટર્નનું આયોજન આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે છે, જ્યારે બિન આદિવાસીઓ કોન્ટ્રાક્ટરો આનું આયોજન બારોબાર કરી દેતા હોય એ અમે ક્યારે ચલાવીશું નહીં. અમે અગાઉની મિટિંગમાં જે પણ કામની માંગણી કરી હતી તેમાંથી અમુક જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, બાકી કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે આવનારા દિવસમાં અમારા કામનો સમાવેશ નહીં કરવામાં આવે તો જ્યાં પણ અમારે ધરણા ઉપર બેસવું પડે ત્યાં અમે બેસીશું. અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગેવગે થવા દઈશું નહીં. અગાઉ અમે આ જ પ્રકારના આયોજનની એક મિટિંગમાં ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી અને 80 દિવસનો મેં જેલવાસ ભોગવ્યો છે ત્યારે આવી જ રીતની મીટીંગ ફરીથી હોય દરેક સભ્ય દરેક પદાધિકારી વચ્ચે કામની ઉગ્ર બોલાચારીને લીધે બબાલ વધતી હોય છે, ત્યારે જ્યાં પણ આ પ્રકારની મીટીંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલ હોય, વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહે એ પ્રકારની મેં કલેક્ટર સાહેબ પાસે માંગ કરી હતી અને તેમણે ચાલુ સીસીટીવી અને વિડીયો રેકોર્ડિંગ માટે એક વ્યક્તિને ત્યાં મૂકી હતી.

Back to top button
error: Content is protected !!