GODHARAPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન પોર્ટલ પરના ૧૦૩ બાળકોને દત્તક લેવાયા..

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

 

*જિલ્લા સંકલનના ૪૨ અધિકારી ઓએ બાળકો અને પરિવારની સંપૂર્ણ જવાબદારી લઈને માનવતા મહેકાવી ઉદાહરણ પૂરું પાડ્યું*
……
*જિલ્લા કલેકટર આશિષ કુમારે ગોધરાના નાગોરા પરિવારના બે બાળકોને દત્તક લઈને પરિવારની મુલાકાત લીધી*
…..

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં
ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત પંચમહાલ જિલ્લાના ૧૦૩ બાળકો અને ૪૨ પરિવારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.આ પરિવારો અને બાળકોને ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશન (CISS) અન્વયે જિલ્લાના સંકલનના ૪૨ અધિકારીશ્રીઓએ બાળકો અને પરિવારની સંપૂર્ણ જવાબદારી લઈને દત્તક લીધા છે.

જિલ્લા કલેકટર આશિષ કુમારે ગોધરા સ્થિત પાનમ કોલોની પાસે રહેતા રવિભાઈ નાગોરાના બે બાળકો દિવ્યાંગ અને પ્રિયંકાને દત્તક લઈને પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે આ પરિવારના ઘરે જઈને તમામ બાબતોની વિગતો મેળવી હતી જેમાં સરકારી સહાય સહિત વિવિધ ડોક્યુમેન્ટને ચેક કરીને પરિવાર તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે બાળકને વ્હાલ કરીને બાળકના અભ્યાસ માટે પુસ્તકો અને ચોકલેટ ભેટ કરી હતી.આ સાથે તેમણે તમામ પ્રકારની મદદ તથા માતા પિતાને પોતાના કૌશલ્ય મુજબ ધંધો કરવા માટે ટ્રેનિંગની વ્યવસ્થા કરવા પ્રોત્સાહિત કર્યા હતા.બાળકને આગળ અભ્યાસ કરવા માટે પ્રેરણા આપી હતી.આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી લખારા અને મામલતદાર હાજર રહ્યા હતા.

હવે પછી દત્તક લીધેલા બાળકોના જીવન ધોરણમાં સુધારો કરવા તેમજ માનસીક અને શારીરિક વિકાસમાં વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે. જેમાં બાળકોનાં આરોગ્યની સમયાંતરે ચકાસણી કરવી, શિક્ષણ સંબંધિત તમામ જરૂરીયાતો જેવી કે યુનીફોર્મ,ટ્યુશન ફી, સાહિત્ય અને સ્ટેશનરી, રમતગમતના સાધનો તેમજ પરિવારોના તમામ સભ્યોના જીવન વીમા લેવા તેમજ પરિવારોને જીવન જરૂરીયાતની વસ્તુઓ અને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવા ખાતરી અપાઈ હતી.

***

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!