BHARUCHBHARUCH CITY / TALUKO

રાહત કમિશનર અને સચિવશ્રી મહેસૂલ વિભાગ  શ્રી હર્ષદ પટેલના અધ્યકક્ષસ્થાને “ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક”ની બેઠક યોજાઈ

ડિઝાસ્ટરના સાધનોની ચકાસણી સમયાંતરે કરતાં રહી તમામ રિસોર્સને અપગ્રેટ કરીને અકસ્માતને નિવારી શકાશે:- સચિવશ્રી મહેસૂલ વિભાગ અને  રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ

——

ભરૂચ: ગુરૂવાર: રાહત કમિશનર અને સચિવશ્રી મહેસૂલ વિભાગ  શ્રી હર્ષદ પટેલના અધ્યકક્ષસ્થાને કલેકટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સર રૂમમાં  ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (DISH) અનવ્યે  રિવ્યુ મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લો નર્મદા નદી કિનારે આવેલો છે. નાના-મોટા ઉદ્યોગો જિલ્લામાં સ્થાયી થયેલ છે, ઔધોગિક વિસ્તારોમાં આગ અને કેમિકલ સંબંધિત નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે. જિલ્લા કક્ષાએથી આ દુર્ઘટનાઓને પહોચી વળવા રાહત-બચાવના પગલાં ‘’ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક” (DISH)  દ્નારા તાત્કાલિક લેવામાં આવતાં હોય છે. તમામ પ્રકારની ઈમરજન્સી દુર્ધટનાઓને તાત્કાલિક પહોંચી વળવા તેમજ ડિઝાસ્ટર સંબંધિત અગાઉના વર્ષોની કામગીરીની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર સાથે સંલગ્ન તમામ ડીપાર્ટમેન્ટ દુર્ઘટનાઓ સાથે સંબંધિત લેવા પડતાં રાહતના પગલાં અને જિલ્લામાં ઉપલબ્ધ સાધન- સામગ્રી, ફાયર ટેન્ડર જેવી સુવિધાઓની છણાવટ કરી રિવ્યુ મિંટીંગ કરાઈ હતી.

જિલ્લામાં ડીઝાસ્ટર અંર્તગત થતી પ્રેઝન્ટેશન, કેમિકલ/ઈન્ડસ્ટ્રીયલ ઝોન લગતા બનતા બનાવો, નર્મદા નદી જળ સંપત્તિ અંગેની તે સંબંધે લેવામાં આવેલ પગલાં, ચોમાસ દરમ્યાન નર્મદા નદીમાં ડેમમાંથી પાણી – pwe છોડવાના સમયે સ્થળાંતર/રેસ્ક્યુની કામગીરી કરવાની અને ભારે વરસાદથી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં, સ્થળાંતર તેમજ સ્થળાંતરિત વ્યક્તિઓને સેલ્ટર હોમ વગેરે બાબતો માટે વિસ્તૃત સમિક્ષા કરી હતી.

રાહત કમિશનર અને સચિવશ્રી મહેસૂલ વિભાગ  શ્રી હર્ષદ પટેલ દ્વારા વિવિધ સૂચનો આપતા તાકીદ કરી હતી કે, ઈમરજન્સી સમયે કેવી -કેવી સાવચેતીઓ રાખવી અને કેવા પગલાં લેવા, ભૂતકાળમાં થયેલા બનાવોમાંથી શિખ મેળવી ઈન્ડ્સ્ટી સાથે સંકળાયેલા અને સામાન્ય લોકોને પણ તેના કારણોની જાણ થાય તેમજ વધુમાં વધુ લોકો અવેર બને તેવા પ્રયાસો કરી કોમ્યુનિકેશન સાથે રિસ્પોન્સ સિસ્ટમની ટ્રેનિંગ પણ સરળતાથી થાય તેવું આયોજન કરવું જોઈએ.

વધુમાં, તેમણે જણાવ્યું કે, ડીઝાસ્ટરને લગતાં તમામ સાધનોની ચકાસણી સમયે સમયે કરતા રહી  તમામ રિસોર્સ છે એને અપગ્રેટ કરતા રહી ભૂતકાળની ભૂલો સાથે સમસ્યા નિવારણ સુધી પહોંચવું જરૂરી છે. જુદાં -જુદા વિસ્તારોમાં સમયે – સમયે મોક ડ્રીલ યોજી, ઈન્ટ્રસ્ટીઝ પાસે રહેતા લોકો અને આજુબાજુના વિસ્તારમાં આવેલી હોસ્પિટલોને પણ સાથે જોડાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.  નવા ઈનોવેશનને ધ્યાને લઈ નવી પધ્ધતી સાથે ઉપયોગમાં આવતા જરૂરી સંસાધનો વસાવવા જોઈએ. તેમ જણાવી સંબંધિત અધિકારીને સૂચનો આપ્યા હતાં.

આ રિવ્યુ મિંટીંગમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.આર.ધાંધલ, કેમિકલ/ઈન્ડસ્ટ્રીયલ ઝોનના ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (DISH)વિભાગના લાઈઝનીંગ અધિકારીઓ તેમજ સરદાર સરોવરના લાઈઝનીંગ અધિકારીઓ, ડીઝાસ્ટર ભરૂચ તેમજ  તાલુકાના મામલતદારો હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!