JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લાની ૭૧૫ સરકારી શાળાઓમાં તા. ૨૯ જાન્યુ.થી ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણી થશે

છ દિવસ સુધી જિલ્લાની વિવિધ શાળાઓમાં ૧૨૬ ઈવેન્ટનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભૂકંપ, વાવાઝોડુ, પુર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત્તિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૯ જાન્યુઆરી થી તા. ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી જૂનાગઢ જિલ્લાની ૧૨૬ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૭૧૫ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણી કરવામાં  આવશે.
તા. ૨૯ જાન્યુઆરીના રોજ પ્રથમ દિવસે તમામ બાળકોને બાયસેગ ઉપર આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ બતાવવામાં આવશે ઉદ્ઘાટન કરવામાં આવેલ . જેમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ ઉપસ્થિત રહેશે. આપત્તિ, જોખમ, અસુરક્ષિતતા અને ક્ષમતાની સમજ અને શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાની સમજ આપવામાં આવશે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ બીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો દ્વારા સંભવિત હેઝાર્ડની ચાર્ટ/પોસ્ટર, આઈઈસી, ઓડિયો,વીડિયોના માધ્યમથી સમજ આપવામાં આવશે. તા. ૩૧ જાન્યુ.ના રોજ ત્રીજા દિવસે શાળાના તાલીમ પામેલા શિક્ષકો, ફાયર બ્રિગેડ અને આપદામિત્ર દ્વારા આગ, અકસ્માત, ભૂકંપ અને પૂર જેવી આપત્તિ સમયેની સમજ અપાશે. તા. ૧ ફેબ્રુઆરીના રોજ ચોથા દિવસે ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા શાળા કક્ષાએ યોજાશે. તા. ૨ ફેબ્રુઆરીના રોજ પાંચમાં દિવસે ૧૦૮ એમ્બ્યુલન્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધ અને બચાવ તેમજ પ્રાથમિક સારવાર અંગેની માહિતી આપવામાં આવશે. તા. ૩ ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા દિવસે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા ડેમોસ્ટ્રેશન, મોકડ્રીલ અને ઈનામ વિતરણ કરાશે. જૂનાગઢ જિલ્લાની ૧૨૬ પ્રાથમિક શાળાઓમાં મેગા ઈવેન્ટ અને જિલ્લાની કુલ ૭૧૫ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ’’ની ઉજવણી સતત છ દિવસ સુધી કરાશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!