GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે બાઇકમાં સવાર બે વિદ્યાર્થિનીને ડમ્પરે અડફેટે લેતા એકનું મોત

Morbi મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટ પાસે બાઇકમાં સવાર બે વિદ્યાર્થિનીને ડમ્પરે અડફેટે લેતા એકનું મોત

મોરબી શહેર નજીક આવેલ જેપુર ગામથી મો.સાયકલ ઉપર મોરબી પી.જી.પટેલ કોલેજમાં પરીક્ષા દેવા આવતી બે વિદ્યાર્થીનીને મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે કાળમુખા ડમ્પરે સાઈડમાંથી ટક્કર મારતા એક વિદ્યાર્થીની જિંદગીની પરીક્ષામાં નાપાસ થઇ હતી એટલે કે ઘટના સ્થળે તેનું મૃત્યુ નીપજ્યું હતું, જયારે અન્ય વિદ્યાર્થીનીને હાથ અને પગમાં ઈજાઓ થતા હાલ સારવાર હેઠળ હોય ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર મોરબીના જેપુર ગામની રહેવાસી બંસીબેન જીતેન્દ્રભાઇ પ્રાગજીભાઇ ધમાસણા ઉવ.૨૧ એ આરોપી ડમ્પર રજી. નં. જીજે-૧૨-બીઝેડ-૮૪૪૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ડમ્પર ચાલકે પોતાના હવાલાવાળુ વાહન બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે ફૂલ ગતિએ ચલાવી પંચાસર ચોકડી તરફથી દલવાડી સર્કલ તરફ લાવી બંસીબેનના બજાજ પ્લેટિના મો.સા. રજી નં. જીજે-૩૬-એબી-૭૯૦૧ વાળા સાથે સાઇડમા અથડાવતા મો.સાયકલમાં સવાર બંનેને પછાડી દઇ બંસીબેનને જમણા હાથ તથા જમણા પગમા મુંઢ ઇજાઓ પહોંચાડી હતી જયારે મો.સા.મા પાછળની સીટમા બેસેલ જસ્મીતાબેનને માથાના ભાગે તેમજ કમરના ભાગે ગંભીર ઇજા થતા તેને ઘટના સ્થળેથી બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમન મૃત જાહેર કરતા સમગ્ર અકસ્માત અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!