KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પંથક માં વાતાવરણમાં અચાનક પલટાથી ઈંટોના ધંધામાં નુકસાનની ભીંતી.

તારીખ ૧૬ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ શહેર સહિત તાલુકામાં બુધવારનાં સાંજના સમય દરમ્યાન વરસાદની આગાહીને લઈ વાતાવરણમાં અચાનક પલટો આવતા કાલોલ વિસ્તારમાં ધમધમતાં ઈંટોના માલિકો ચિંતિત થયાં.વર્ષોથી ઈંટોનો વ્યવસાય કરી પોતાનું અને ધંધા સાથે સંકળાયેલા લોકોનાં પરિવારને રોજીરોટી આપતાં ઈંટોના વ્યવસાયમાં જોડાયેલા ધંધાદારીઓ વ્યવસાયની શરૂવાતથી જ મુંજવણમાં મુકાયા હોવાનું જણાઈ આવે છે. ઈંટો નાં વ્યવસાય કરતાં ભઠ્ઠા ના માલિકો ચાલુ વર્ષ સરકાર સાથેની કેટલીક માંગણીઓને લઈ વ્યવસાયમાં લેટ હોવાનું જણાઈ આવે છે. જ્યારે દર વર્ષ કરતાં આ વર્ષ મોડાં શરૂ થયેલ ઈંટોનાં ભઠ્ઠામાં આફતી આવી પડી છે. જોકે હાલ ગુજરાત માં કમોસમી માવઠાનાં કારણે અચાનક વાતાવરણમાં પલટો આવતા ૧૫ માર્ચનાં રોજ સાંજના સમયે વાદળોનાં ગડગળાટ અને વીજળીના કડકળાટ થી ભઠ્ઠા ના માલિકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે હાલ ઈંટોનાં વ્યવસાયમાં માત્ર કાચો માલ તૈયાર થઈ રહ્યો છે.કાલોલ પંથકમાં આવેલા ઈંટોનો ભઠ્ઠા પર કાચા માલનો સ્ટોક તૈયાર છે.જો વધુ વરસાદ પડે તો કાચી ઈંટો ભીંજાવાથી વ્યવસાયમાં નુકશાનીની ભીંતી સેવાય તેમ છે.ઈંટોના માલિકોનાં જણાવ્યા અનુસાર સૌ પ્રથમ માટીમાથી બનાવેલ કાચી ઈટને ૧૫ થી ૨૦ દિવસ સુઘી સુકવ્યા પછી જ તેને પકવવા માટે ભઠ્ઠીમાં મૂકવામાં આવતી હોય છે. હાલ કારણો સર કાલોલ પંથકમાં ધમધમતાં ઈંટોનાં તમામ ભઠ્ઠાઓ પર માટી માંથી કાચી ઈંટો તૈયાર કરવાની કામગીરી શરૂ છે. પરંતુ હાલ કમોસમી વરસાદની આગાહીને કારણે ઈંટોના ધંધાદારીઓની ચિંતા વધી છે.જો વધુ વરસાદ પડે તો કાચી ઈટ ઓગડવાની સંભવનાઓ વધી શકે છે. ૧૫ માર્ચના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં કેટલાંક ઈંટોનાં માલિક દ્વારા કાચી ઈંટો પર પ્લાસ્ટિક ઢાંકવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો કેટલાંક વરસાદનાં છાટણા શરૂ થતાં પ્લાસ્ટિક માટે દોડધામ કરતાં થઈ ગયાં. પરંતુ જો વધુ વરસાદ વર્ષેતો આવા ઈંટોનાં ધંધામાં નુકસાની જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. તો આવી કુદરતી આફતીનાં સંજોગોમાં સરકારની મદદ મળી રહે તેવી ઈંટોનાં માલિકોની માંગ ઉપસ્થિત છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!