AHAVADANG

ડાંગ: દીપદર્શન શાળામાં માસુમ વિદ્યાર્થીને માર મારવાનાં પ્રકરણ વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાનમાં ઊતર્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાની પ્રતિષ્ઠિત દીપદર્શન શાળામાં માસૂમ વિદ્યાર્થીને ઢોર માર મારવાનાં પ્રકરણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર સુપ્રત કર્યુ…રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ પ્રતિષ્ઠિત દીપદર્શન ઈંગ્લીશ મીડીયમ શાળાનાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો આહવાનાં 5 વર્ષીય માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મારી પવિત્ર એવા ગુરૂની ગરીમાને લજવી છે.5 વર્ષનાં માસૂમ બાળકને દુનિયા દારીની પણ ખબર હોતી નથી.તેવામાં દીપદર્શન શાળામાં કુમળા બાળકને જ શિક્ષિકા દ્વારા શરીર પર લાલ લીસોટા પડે ત્યાં સુધી ધીબી નાખતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આ સમગ્ર બાબતે શાળાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી હોવાથી દીપદર્શન શાળાનાં સંચાલકો આ ઘટનાને સ્વીકારવા તૈયાર નથી.અને પોતાની ભૂલ સ્વીકારે તો તેઓનો ધંધો બંધ થઈ જાય તેમ છે.ત્યારે દીપદર્શન શાળામાં માસૂમ બાળકને ઢોર માર મારનાર શિક્ષિકા સામે શાળા સંચાલકોએ જાહેરમાં આવી હજી સુધી કોઇ પગલા ન ભરતા આ સમગ્ર પ્રકરણમાં મિલીભગતની બુ આવવા પામી છે.હાલમાં આ ઘટનાની ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે તથા બાળ સુરક્ષા અધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ડાંગ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ આજરોજ બાળક સહિત વાલીનું કાઉન્સલિંગ કર્યુ હતુ.અને શાળા સંચાલકો સહિત આચાર્ય અને શિક્ષિકાનાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.ડાંગ જિલ્લામાં શિક્ષણ જગતમાં કાળી ટીલડી સમાન બનેલ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતોને લઈને આજરોજ ડાંગ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન આ માસૂમ બાળકનાં સમર્થનમાં આવ્યુ હતુ.અને શાળાનાં આચાર્યને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે આપણી શાળામાં માસૂમ બાળકને માર મારવાની ઘટના સામે આવી છે.વિદ્યાર્થી શાળામાં વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ માટે આવે છે.નહી કે માનસિક ભારને વધારવા માટે,શાળામાં શિક્ષક દ્વારા વર્ગખંડમાં યોગ્ય વાતાવરણ ઉભુ કરવામાં આવે.જેથી બાળક શીખી શકે.5 વર્ષનાં બાળક જોડે શિક્ષક દ્વારા આ રીતનું વર્તન કરવામાં આવશે તો તેનું ભવિષ્ય બગડી શકે છે.જેથી ભવિષ્યમાં આપની શાળામાં આવી ઘટના ન બને તે માટે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.આ ઘટના બાબતે ડાંગ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગભાઈએ જણાવ્યુ હતુ કે છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ અમારી ટીમે બાળક,વાલી, આચાર્ય અને શિક્ષિકાને મળી તપાસ હાથ ધરાઈ છે.આ ઘટનામાં જવાબદાર કોણ છે તે સોમવારે ખબર પડશે.ત્યારે આ ઘટનાને લઈને વિવાદમાં આવેલ દીપદર્શન શાળાનાં સંચાલકો અને જવાબદાર શિક્ષિકા સામે કેવા પગલા ભરાશે તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!