GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ‘હર ઘર તિરંગા’ અભિયાનઃ જીવાપર પ્રાથમિક શાળામાં તિરંગા ક્વીઝ સ્પર્ધા યોજાઈ
તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જીવાપર પ્રાથમિક શાળા ખાતે તિરંગા ક્વીઝ સ્પર્ધા યોજવામાં આવી હતી.
બાળકો રાષ્ટ્રધ્વજની વિવિધ બાબતોની જાણકાર બને તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્માર્ટક્લાસની સ્ક્રીન પર આવતા તિરંગા વિશેના સવાલોના શાળાના બાળકોએ ઉત્સાહભેર જવાબો આપ્યા હતા. દરમિયાન શિક્ષકોએ બાળકોને રાષ્ટ્રધ્વજનો મહિમા સમજાવ્યો હતો.