GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

રાજ્ય સરકાર નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો જાહેર કરીને ખેડૂતોની ખેતીલાયક જમીન હડપી રહી છે : ભારતીય કિશાન સંઘ

રાજ્ય સરકાર નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો જાહેર કરીને ખેડૂતોની ખેતીલાયક જમીન હડપી રહી છે : ભારતીય કિશાન સંઘ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આજે જુનાગઢ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા નીચે ખેડૂતોનું એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાછલા ઘણા વર્ષોથી ખેડૂતોની પડતર માંગણીઓ આજદિન સુધી નિકાલ નહીં થતા ખેડૂતો ખૂબ જ આક્રોશીત જોવા મળતા હતા. ત્યારે તાજેતરમાં જ સરકાર દ્વારા નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો જાહેર કરી છે. જેના વિરુદ્ધમાં પણ હવે ખેડૂતોનો જન આક્રોશ રાજ્ય અને કેન્દ્રની સરકાર સામે થઈ રહ્યો છે જેના દર્શન આજે યોજાયેલા ખેડૂત સંમેલનમાં સ્પષ્ટ પણે જોવા મળ્યા હતાં.
ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના ખેડૂતોની અનેક પડતર માંગણીઓ આજે પણ જોવા મળે છે. જેનો આજ દિન સુધી નિકાલ થયો નથી. રાજ્ય સરકાર નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો જાહેર કરીને ખેડૂતોની ખેતીલાયક જમીનને હડપવાનું હિન કાર્ય કરી રહી હોવાનો ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને સરકાર સામે ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની જમીનના રીસર્વેને લઈને પણ અનેક મુશ્કેલી છે, સરકાર સાંભળતી નથી. આવા સમયે ખેતીલાયક જમીન પડાવી લેવા માટે સરકાર બિલ્ડરોના ઇશારે કામ કરી રહી હોવાનો આક્ષેપ પણ કિસાન સંઘના અગ્રણીએ લગાવ્યો હતો.
એકઠા થયેલા ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોએ કૃષિ જણશોના બજાર ભાવોને લઈને પણ સરકાર સામે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. મગફળી કપાસ સોયાબીન ચણા જેવા કૃષિ પાકો બજારમાં આવતાની સાથે જ તેના ભાવો ઘટી જાય છે. જેને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે દર વર્ષે એક ચોક્કસ સમય મર્યાદામાં ડુંગળીની નિકાસબંધી જાહેર કરી દેવામાં આવે છે. જેને કારણે ડુંગળીનો પાક બજારમાં આવવાની સાથે જ તેના ભાવ ગગડવા માંડે છે. જેથી ખેડૂતોને પૂરતું અને પોષણક્ષમ વળતર મળતું નથી. જેને લઈને પણ ખેડૂતો ખૂબ જ આક્રોશિત જોવા મળતા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!