GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નગરપાલિકા ના કલાકૅ માનસિક ત્રાસ અને વારંવાર બદલીથી કંટાળી રાજીનામું ઘરી દીઘું

MORBI:મોરબી નગરપાલિકા ના કલાકૅ માનસિક ત્રાસ અને વારંવાર બદલીથી કંટાળી રાજીનામું ઘરી દીઘું

મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા કલાર્કે આજે અવારનવાર બદલી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તેમજ તબિયત પણ નાજુક હોવાનું કારણ રજુ કરી રાજીનામું ધરી દીધું છે

મોરબી નગરપાલિકાના ક્લાર્ક સોલંકી જગદીશભાઈ કારાભાઈએ ચીફ ઓફિસરને ઉદેશીને લેખિત રાજીનામું આપી દીધુ છે જે રાજીનામું પાલિકા કચેરીએ ઇનવર્ડ કરાવ્યું છે જેમાં જણાવ્યું છે કે જગદીશભાઈ સોલંકી આશરે ૩૩ વર્ષથી ફરજ બજાવે છે પરંતુ તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે અવારનવાર બદલી કરી પરેશાન કરવામાં આવી રહ્યા છે સાથે જ તેની તબિયત નાજુક રહેતી હોવાથી રાજીનામું આપે છે જે રાજીનામું મંજુર કરવા અરજ કરી છે ક્લાર્કની છેલ્લા ૭ વર્ષમાં ૧૦ વખત બદલી કરાઈ : જગદીશભાઈ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં ૧૦ વખત તેમની બદલી કરવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૧૭ માં હેડ ક્લાર્કની સુચના, વર્ષ ૨૦૧૮ માં લગ્ન નોંધણી વિભાગમાં, તેમજ વર્ષ ૨૦૧૮ માં એકાઉન્ટ વિભાગ, વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી શોપ વિભાગ, વર્ષ ૨૦૨૦-૨૧ માં જન્મમરણ રજીસ્ટાર, વર્ષ ૨૦૨૧ માં વાંચનાલય ૧, વર્ષ ૨૦૨૨ માં સેનીટેશણ SI અને વર્ષ ૨૦૨૨-૨૩ માં વાંચનાલય ૧ અને વર્ષ ૨૦૨૩ ના ઓક્ટોબરથી સેનિટેશન વિભાગમાં તેમની બદલી કરવામાં આવી છે જે વારંવારની બદલીથી તેઓ પરેશાન થયા હોવાનું સાથે જ તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી રાજીનામું આપ્યાનું જણાવ્યું છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!