GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૭.૧૨.૨૦૨૩

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર,પંચમહાલ દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે ‘‘ગુજરાતનો ગરબો’’ કાર્યક્રમ અંતર્ગત મળનાર વિશિષ્ટ સન્માનનું લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ સ્થિત ચાંપાનેર રંગમંચ ખાતે યોજાયો હતો.આ તકે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર વિશેષ ઉપસ્થિત રહયા હતા.આપણી ગુજરાતી પરંપરામાં ગરબાનું વિશિષ્ટ સ્થાન છે. જેનાં ગૌરવમાં વધારો કરતાં યુનેસ્કો (UNESCO) ની યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮માં સત્રમાં ‘‘ગુજરાતના ગરબા’’ને ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તરીકે અંકિત થયેલ છે.જે આ યાદીમાં સામેલ થનાર ભારતની ૧૫મી (ICH) વિશેષતા હશે. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ‘ગુજરાતના ગરબા”ની ઉજવણી કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાયો હતો.લાઈવ પ્રસારણ નિહાળ્યા બાદ “ગુજરાતના ગરબા “થીમ હેઠળ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જિલ્લા કલેકટર એ આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવી હતી.આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા,જિલ્લા રમત ગમત યુવા અધિકારી પારગી,મામલતદાર બી.એમ.જોશી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!