C.M.હાલારના નિરીક્ષણ માટે આવ્યા-કલેક્ટરે આયોજન કર્યુ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો*
જામનગર (નયના દવે)
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી સાથે ચીફ સેક્રેટરીશ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સ્વાગતમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચર, ધારાસભ્યોશ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણીશ્રી રમેશભાઇ મુંગરા, કલેક્ટરશ્રી બી.કે.પંડ્યા, કમિશ્નરશ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, મહામંત્રીશ્રીઓ, અગ્રણીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*++++
આગમન પુર્વે સઘન વ્યવસ્થા અંગે કલેક્ટરે યોજી હતી બેઠક ………..
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જામનગર જિલ્લાની મુલાકાત સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી બી.કે.પંડ્યાએ ચાંદીપુરા વાયરસ, કોલેરા, જિલ્લાના ડેમો તથા માર્ગોની સ્થિતિ વગેરે બાબતોની પણ સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા. 23 જુલાઈના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે તેઓ બપોરે 3.30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈ તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીના આગમનને આનુસંગિક તમામ વ્યવસ્થાઓ ત્વરિત હાથ ધરવા લગત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું તેમજ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અને કોલેરા રોગની પ્રવર્તમાન પરિસ્થિતિ તથા જિલ્લાના ડેમો તથા માર્ગો વિશે પણ ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેર શ્રી સ્ટેટ તથા પંચાયત, પીજીવીસીએલ, એરપોર્ટ ઓથોરિટી, આર.ટી.ઓ., ફાયર વગેરે વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000