GUJARATPATANSIDHPUR

રોટરી ક્લબ સિધ્ધપુર ના વર્ષ ૨૦૨૩-૨૪ ના પદાધિકારીઓના પદ ગ્રહણ

*રોટરી ક્લબ સિધ્ધપુર ના વર્ષ ૨૦૨૩-૨૪ ના પદાધિકારીઓના પદ ગ્રહણ*

 

સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ માટે હરહમેંશા અગ્રેસર *”રોટરી કલબ ઓફ સિદ્ધપુર”* ના પદાધિકારીઓના શપથગ્રહણ સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે માનનીય *કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ* ઉપસ્થિત રહ્યા અને સાહેબશ્રીએ નવા વરાયેલા પ્રમુખ રોટે. કનુભાઇ પંચાલ, સેક્રેટરી રોટે. દશરથભાઇ પટેલ, સહિત નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા.આપ સર્વે આવનાર સમયમાં અવિરતપણે નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પ્રજાજનોની સેવાકાર્યમાં રત રહી, સિધ્ધપુરના વિકાસમાં આગવું યોગદાન આપતા રહો એવી શુભેચ્છા પાઠવી, તદઉપરાંત સિદ્ધપુરમાં જે 276 કુપોષિત બાળકો છે તેમને રોટરી ક્લબ દ્વારા પોષિત અને શારીરિક રીતે સક્ષમ કરવા અપીલ કરી હતી.

*PDG ડૉ. શશાંકભાઈ રાઠોડ* દ્વારા રોટરી ક્લબના પ્રમુખ મંત્રી અને બોર્ડ ઓફ ડાયરેકટર્સ મિત્રો ને શપથ ગ્રહણ કરાવ્યા.

AG શ્રી મનોજભાઈ જોષી દ્વારા રોટરેક્ટ અને બન્ને ઇન્ટરેક્ટ ક્લબ ને શપથગ્રહણ કરાવ્યા.

આ કાર્યક્રમમાં *અતિથિ વિશેષ* તરીકે *APMC ના ચેરમેન શ્રી વિષ્ણુભાઇ પટેલ* ઉપસ્થિત રહી નવા વરાયેલ હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા.

આજના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં નીચે મુજબના *ગત વર્ષના બેસ્ટ એવોર્ડ* મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, PDG ડૉ શશાંક રાઠોડ અને ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ ના હસ્તે અર્પણ કરવામાં આવ્યા.

*ડીસ્ટ્રીક્ટ બેસ્ટ આસિસ્ટન્ટ ગવર્નર એવોર્ડ*:- ડૉ જયેશ સુથાર

*ડીસ્ટ્રીક્ટ બેસ્ટ સેક્રેટરી એવોર્ડ*:- રોટે. દશરથભાઇ પટેલ

*ડીસ્ટ્રીક્ટ બેસ્ટ ઇન્ટરેક્ટ ક્લબ*:- ઇન્ટરેક્ટ ક્લબ ઓફ એડનવાલા

*ડીસ્ટ્રીક્ટ બેસ્ટ ઇન્ટરેક્ટર એવોર્ડ*:- અફિફા મેમણ

*ડીસ્ટ્રીક્ટ બેસ્ટ ઇન્ટરેક્ટર એવોર્ડ*:- દત્ત સુથાર

*બેસ્ટ રોટેરિયન ઓફ ધી ક્લબ એવોર્ડ*:- રોટે. રાજેશ માધુ

*આઉટ સ્ટેન્ડિંગ સપોર્ટ કોમ્યુંનીટી પ્રોજેક્ટ એવોર્ડ*:- રોટે. પ્રવિણભાઇ મોદી

*આઉટ સ્ટેન્ડિંગ સપોર્ટ કોમ્યુંનીટી પ્રોજેક્ટ એવોર્ડ*:- રોટે. જહુરભાઈ મન્સુરી

*બેસ્ટ સપોર્ટિંગ રોટેરિયન એવોર્ડ*:- રોટે. કનુભાઈ પંચાલ

*બેસ્ટ એડીટર ઓફ ધી ક્લબ એવોર્ડ*:- રોટે. દીપક પટેલ

*TRF કન્ટ્રીબ્યુંશન એવોર્ડ*:- PHF યશ્વી સુથાર

*આઉટસ્ટેન્ડીંગ સપોર્ટ એવોર્ડ*:- રોટરેક્ટ ક્લબ, ઇન્ટરેક્ટ ક્લબ, યશ પટેલ અને જય પંચાલ.

આજના કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ શ્રી જશુભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી ઉર્વેશભાઈ પંડ્યા, શ્રી કૌશલભાઇ જોષી, શ્રી નિરંજન ઠાકર, શ્રી જે ડી પટેલ, શ્રી ભરતભાઈ મોદી, તથા રોટરી ક્લબ, રોટરેક્ટ ક્લબ, ઇન્ટરેક્ટ ક્લબ ઓફ એડનવાલા અને ઇન્ટરેક્ટ ક્લબના સભ્યો તથા નગરજનો, સ્નેહીજનો, પત્રકાર મિત્રો હાજર રહી કાર્યક્રમની શોભા વધારી.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!