GUJARATNAVSARI

નવસારી જિલ્લાના કારીગરો પ્રધાનમંત્રી કૌશલ્ય સન્માન યોજનાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરો

વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ

*ભારત સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે ૧૮ ટ્રેડનો સમાવેશ*

કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓને મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી પૂરતો પ્રયાસ થઇ રહયો છે.

જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થીઓ હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો લાભ લઈ શકશે. આ લાભ કુટુંબદીઠ એક સભ્ય સુધી મર્યાદિત રહેશે. લાભાર્થીની લઘુત્તમ ઉમર ૧૮ વર્ષ હોવી જોઈએ. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં સ્વરોજગાર / વ્યવસાયીક વિકાસ માટે ધિરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ. જેમકે પીએમઇજીપી  અને પ્રધાનમંત્રી સ્વનિધિ મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચૂકવણી કરી દીધી હોય તેઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભ મેળવી શકશે.

લાભાર્થીઓની નોંધણી વેબ પોર્ટલ https://pmvishwakarma.gov.in પર કરવામાં આવશે.  રજીસ્ટ્રેશન કોમન સર્વીસ સેન્ટર્સ દ્વારા તેમજ વિગતોની ચકાસણી ગ્રામ પંચાયત/શહેરી સ્થાનિક સંસ્થાનાં કારોબારી વડા દ્વારા કરવામાં આવશે. જિલ્લા અમલીકરણ સમિતિ ચકાસણી કરશે અને લાભાર્થીઓની યાદીની ભલામણ કરશે. MSME ,MSDE, સ્ટેટ લીડ બેંકર્સમાથી લેવામાં આવેલી અધિકારીઓની સ્કિનિગ કમિટી દરેક રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમા નોધણી પ્રક્રિયાની દેખરેખ રાખશે અને અંતિમ મંજૂરી આપશે.

સફળ રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડીકાર્ડ આપવામાં આવશે. કૌશલ્ય ચકાસણી પછી લાભાર્થીઓને ૧૫,૦૦૦/- ની ટૂલકીટનો લાભ આપવામાં આવશે. લાભાર્થીઓને દૈનિક ૫૦૦/- ના સ્ટાઈપેન્ડ સાથે બેઝીક કૌશલ્ય તાલીમ આપવામાં આવશે. બેઝીક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને ૧૮ મહિનાની મુદ્દત સાથે રૂા.૧ લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન મેળવવા પાત્ર બનશે. લાભાર્થી બેઝીક કૌશલ્ય તાલીમ પૂર્ણ કર્યા પછી દરરોજના રૂા. ૫૦૦/- ના સ્ટાઇપેન્ડ સાથે એડવાન્સ કૌશલ્ય તાલીમ મેળવી શકે છે. જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ

જાળવશે અને જેમણે ડિજીટલ વ્યહવારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે તેઓ ૩૦ મહિનાનાં સમયગાળા સાથે રૂા.૨ લાખ સુધીની લોન મેળવવાને પાત્ર બનશે. ગુણવત્તા પ્રમાણપાત્ર, બ્રાન્ડીંગ,ઈ-કોમર્સ અને GEM પ્લેટફોર્મ પર ઓન-બોર્ડીંગ, જાહેરાત, પ્રચાર અને અન્ય પ્રવૃતિઓનાં સ્વરૂપમાં માર્કેટિગ સ્પોર્ટ આપવામાં આવશે.

ભારત સરકારશ્રી દ્વારા પ્રાથમિક તબક્કે ૧૮ ટ્રેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વાળંદ (નાઈ), દરજી, ધોબી, ઢીગલી અને રમકડાની બનાવટ, હથોડી અને ટૂલકીટ બનાવનાર, કડિયા, સોની, શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર, બાસ્કેટ/મેટ/ સાવરણી બનાવનાર/ COIR ના કારીગરો, માછલી પકડવાની જાળી બનાવનાર, મોચી/ પગરખાં બનાવનાર કારીગર, તાળા રીપેર, કુંભાર, બખ્તર બનાવનાર(આર્મરર), લુહાર, ફૂલોની માળા બનાવનાર, બોટ બનાવનાર, સુથાર નો સમાવેશ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના કારીગરોએ યોજનાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરવા માટે CSC/egram નો સંપર્ક કરવા જણાવાયું છે.                   

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!