JUNAGADHMENDARDA

મેંદરડા તાલુકાનાં વાડી વિસ્તારમાંથી માનસિક અસ્વસ્થ ૩૦ વર્ષીય મહિલાનું પુનઃ સ્થાપન કરતી ૧૮૧ની ટીમ

મેંદરડા તાલુકાનાં વાડી વિસ્તારમાંથી માનસિક અસ્વસ્થ ૩૦ વર્ષીય મહિલાનું પુનઃ સ્થાપન કરતી ૧૮૧ની ટીમ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મેંદરડા તાલુકાનાં વાડી વિસ્તારમાંથી માનસિક અસ્વસ્થ ૩૦ વર્ષીય મહિલાનું સંસ્થામાં પુનઃ સ્થાપન ૧૮૧ની ટીમ દ્રારા કરવામાં આવ્યું હતુ.
જૂનાગઢ જિલ્લામાં કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા ફોન આવતા જાણવા મળ્યું હતું કે, એક અજાણ્યા મહીલા ખેતરમાં એકલા બેસી રહેલા છે, રાત્રીનો સમય હોય.૧૮૧ ની ટીમના ફરજ પરના કાઉન્સેલર અરૂણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ ફરહીનબેન સમા અને પાઇલોટ અલ્પેશભાઈ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. મહિલાને મળીને તેમનુ કાઉન્સેલિંગ કર્યુ હતુ.
મહિલા માનસિક અસ્વસ્થ જણાતા હોય અને તેમની ઘર પરિવારનું સરનામું જણાવતા ના હોય જેથી આસપાસના ગામમાં તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, આ મહિલા નજીકના ગામમાં માનસિક અસ્વસ્થ મહિલા માટે સંસ્થા આવેલ છે. ત્યાં સંસ્થામાં આશ્રય લઈ રહ્યા છે અને બે દિવસથી તેમને શોધી રહ્યા છે અને માનસિક અસ્વસ્થ હોવાને લીધે ત્યાંથી બે દિવસથી નીકળી ગયા હોય આસપાસ ગામડાંમાં વાડી વિસ્તારમાં ભટકતા હોય જેથી ત્યાં મહીલાને લઇ જઇ ફરી સંસ્થામાં પુનઃ સ્થાપન ૧૮૧ ની ટીમ દ્રારા કરવામાં આવ્યુ હતુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!