NAVSARI

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઇ જેમાં ૯૨૨૫ કેસોનો નિકાલ કરાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ  ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તા.૧૩/૦૫/૨૩ ના રોજ  નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ, સુબીર મથકે વકીલ  બારના સહયોગથી લોક અદાલતો યોજવામાં આવી હતી. લોક અદાલતોમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમીનલ, ભરણપોષણ, ચેક રીટર્ન, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરે કેસોનો લોક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રિલીટીગેશન લોક અદાલતમાં ૧૩૧૪, લોક અદાલતમાં ૪૫૨ તથા સ્પેશીયલ સીટીંગમાં ૭૪૫૯ મળી કુલ ૯૨૨૫ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે.
લોકો દ્વારા ચાલતી અદાલત એટલે  લોકઅદાલત. આ લોકઅદાલતમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે, ન્યાય મળે છે. અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારીની યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!