GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગરની અણીયાદ ચોકડી ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ.

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

 

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચનાઓ આપેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ સાહેબ નાઓએ ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ તપાસમાં રહી દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર  આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકત મળેલ કે એક ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સફેદ કલરની નંબર વગરની મહિન્દ્રા એક્સયુવી ૩૦૦ ફોર વ્હીલર ગાડી લુણાવાડા તરફથી ગોધરા તરફ જનાર છે. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ મથકના સર્વેલન્સ ટીમના માણસો સાથે અણીયાદ ચોકડી ઉપર પોલીસ નાકાબંધી ગોઠવી રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ નાની-મોટી કાચની બોટલો તેમજ બીયર ટીન કુલ નંગ-૧૪૫૬ કુલ કિં.રૂ.૧,૫૫,૫૨૦/-તથા મહિન્દ્રા એસયુવી ૩૦૦ ફોર વ્હીલર ગાડી કિં.રૂ.૬,૦૦,૦૦૦/- તેમજ મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫,૦૦૦/- તેમજ રોકડ રૂ.૩,૭૧૦/- એમ કુલ મળી કિં.રૂ.૭,૬૪,૨૩૦/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એકટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!