GUJARATIDARSABARKANTHA

હિંમતનગર શહેરમાં જ તાજેતરમાં જ લોકાર્પણ થયેલ અક્ષર ટીપી રોડ ખખડધજ

સાબરકાંઠા…

હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ટીપી રોડનુ લોકાર્પણ થયાના બે મહિના જેટલા સમયમાં જ રોડ ખરાબ બનતા વાહન ચાલકો પરેશાન બન્યા છે તો બીજી તરફ પાલિકા સત્તાધીશો દ્વારા સમારકામ ટૂંક સમયમાં કરી દેવાનું આશ્વાસન આપી રહ્યા છે પરંતુ હલકી ગુણવત્તાના કામ ને લઈ સરકારી પૈસાનો દૂર વ્યય થતો જોવા મળી રહ્યો છે…

હિંમતનગર શહેરમાં જ તાજેતરમાં જ લોકાર્પણ થયેલ અક્ષર ટીપી રોડ ખખડધજ થવાની શરૂઆત થઈ ચૂકી છે ટીપી રોડ પર અનેક જગ્યાએ કપચી ઊખડી ગઈ છે અને રોડ બેસી ગયું છે સાથે જ ખાડા પડવાના શરૂ થઈ ચૂક્યા છે… જોકે સ્થાનિકોના મત મુજબ હલકી ગુણવત્તાનું મટીરીયલ ઉપયોગમાં લેવાયું હોવાના કારણે પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય એવું માની રહ્યા છે… કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ રોડ ખૂબ જ ટૂંકા સમયમાં બીમાર થતાં એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે આગામી થોડાક જ સમયમાં સંપૂર્ણ રોડ બિસ્માર બની શકે છે…

આમ તો રાજ્ય સરકારના અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ થકી વિકાસના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે રોડ રસ્તાઓ ખૂબ જ ટૂંકા સમયમાં બિસ્માર બની જતા હોય છે… કરોડો રૂપિયાના ખર્ચે અક્ષર ટીપી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે ટુંક સમયમાં જ રોડ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે જોકે પાલિકા પ્રમુખ સમગ્ર બાબતે બચાવ કરતા કરી રહ્યા છે કે અક્ષર ટીપી રોડ પર પર રોડ તૂટવાની ફરિયાદ મળી છે અને સમારકામ કરવા માટેના નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં તેનું સમારકામ કરી દેવામાં આવશે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ ખૂબ જ ટૂંકા સમયમાં બિસ્માર થાય છતાં પણ કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહીના બદલે સમારકામ કરી દેવાની વાતો કરી સીધો જ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટપણે માની શકાય છે… તો સાથે વિપક્ષે પણ ટીપી રોડ જલ્દી રીપેર થાય અને કામ કરનાર ને બ્લેક લીસ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે

વિકાસની મોટી વાતો વચ્ચે રોડ ટુટી જતા વિપક્ષ અને સ્થાનિકો પણ વિરોધ ઠાલવી રહ્યા છે તો સામે સમારકામ કરી લેવાની વાતો થાય છે પણ કોન્ટ્રાક્ટરો સામે ક્યારે કાર્યવાહી તેની તમામ રાહ જોઈ રહ્યા છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!