GUJARATHIMATNAGARSABARKANTHA

“માટી કો નમન, વીરો કો વંદન” “હર ઘર તિરંગા”

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

“માટી કો નમન, વીરો કો વંદન” “હર ઘર તિરંગા”

**********

નાગરિકોએ પ્રતિજ્ઞા લઇ સેલ્ફી ક્લિક કરે અને https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ* પર અપલોડ કરેઃ આ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઇટ પર ઉપલબ્ધ

**********

હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવા દરેક નાગરીક પોતાના ઘરે તા. ૧૩ થી ૧૫ દરમિયાન તીરંગો લહેરાવે
********

“મારી માટી- મારો દેશ” કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવીએ અને દરેક ઘર, દરેક બાળક સુધી આપણાં દેશની આઝાદીનું મહત્વ પહોંચાડીએ

-જિલ્લા સમાહર્તાશ્રી
*******
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં પત્રકાર પરીષદ યોજાઇ હતી. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. હેતુ છે. આ કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવી અને દરેક ઘર, દરેક બાળક સુધી આપણાં દેશની આઝાદી નું મહત્વ પહોંચાડીએ.”

આ કાર્યક્રમ દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના પંચ પ્રણની પ્રતિજ્ઞા લેવડાવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટીના દીવડા લઈને કરશે. લોકો પોતાની સેલ્ફી, આ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર અપલોડ કરી શકશે અને પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાશે. નાગરિકો પોતાના ગામમાં, તાલુકા અને શહેરમાં યોજાનાર કાર્યક્રમમાં જોડાઈ સેલ્ફી સ્ટેન્ડ પાસે દીવો લઈને સેલ્ફી ક્લિક કરી આ વેબસાઈટ પર અપલોડ કરી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ દર્શાવી શકે છે. આ અંગેની વિગતો https://yuva.gov.in/ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

શહેરોથી લઈ ગામડાઓ સુધી લોકો “મારી માટી, મારો દેશ” કેમ્પેઈનમાં જોડાઈને દેશના સ્વંતત્રતા અપાવનારા વીરોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પે એવું આયોજન કરવામાં આવ્યું છે. સૌ સાબરકાંઠા જિલ્લાવાસીઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પાંચ પ્રણની પ્રતિજ્ઞા, માટી અને દીવા સાથે સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી આ અભિયાનમાં જોડાઇ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બની શકે છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દરેક નાગરીક પોતાના ઘરે તા. ૧૩ થી ૧૫ દરમિયાન તીરંગો લહેરાવા અને તીરંગાને તા.૧૫ ઓગસ્ટે સાંજે સૂર્યાસ્ત બાદ સન્માન સાથે ઉતારવા ખાસ કલેક્ટરશ્રી દ્રારા ખાસ અનુરોધ કર્યો હતો

“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત તા. ૯ ઓગસ્ટ થી શરૂ થશે. જેમાં ૫૧૬ ગ્રામ પંચાયતમાં ૭૦૮ ગામઓમાં ૬ નગરપાલીકા, ૮ તાલુકાઓમાં કાર્યક્ર્મ યોજાશે. નગરપાલિકાની માટી મહાનગરપાલિકામાં મર્જ થશે. જ્યારે ગામોની માટી તાલુકાકક્ષાએ અને તાલુકાની માટી દિલ્હી કર્તવ્ય પથ પર બનનાર અમૃત વાટીકા ખાતે પહોંચાડવામાં આવશે.

શાળા કોલેજોમાં આ અભિયાનને અનુરૂપ કાર્યક્ર્મો જેવા કે ચિત્ર સ્પર્ધા, રંગોલી ,વકૃત્વ સ્પર્ધાઓ યોજાશે. તેમજ પોલીસ વિભાગ દ્રારા ખાસ માર્ચ પાસ્ટ યોજાશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રીટાબેન પટેલ, નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વર તેમજ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!