DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ના ચિકદા મોડેલ સ્કૂલમાં શિક્ષકોનો અભાવ 7 દિવસમાં નિરાકરણ ન આવે તો ધરણાની ચીમકી

ડેડીયાપાડા ના ચિકદા મોડેલ સ્કૂલમાં શિક્ષકોનો અભાવ 7 દિવસમાં નિરાકરણ ન આવે તો ધરણાની ચીમકી

તાહિર મેમણ – ડેડીયાપાડા – શાળામાં ધોરણ 6થી 10 અને 11-12 સાયન્સના વર્ગો ચાલે છે. કુલ 84 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. માત્ર શાળા ઇન્ચાર્જ આચાર્યથી કામ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ શાળાએ આવે છે, પરંતુ શિક્ષકોના અભાવે માત્ર બેસીને પાછા જાય છે.નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચિકદા ગામની મોડેલ સ્કૂલમાં શિક્ષણ વ્યવસ્થા કથળી છે. 

 

શાળામાં એક પણ કાયમી કે જ્ઞાન સહાયક શિક્ષક નથી. આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રાંત કચેરી ડેડીયાપાડા ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે.2014થી કાર્યરત આ મોડેલ સ્કૂલનું પોતાનું મકાન પણ નથી. વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના વર્ગખંડો અને મધ્યાહન ભોજન શેડમાં બેસાડવામાં આવે છે. શિક્ષકોની નિમણૂક અને શાળા મકાન સહિત ભૌતિક સુવિધાઓ માટે 

 

ગ્રામ પંચાયત અને વાલીઓએ વારંવાર રજૂઆત કરી છે.વાલી એ જણાવ્યું કે શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર થઈ રહી છે. વાલીઓએ 7 દિવસમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો ધરણા કરવાની ચીમકી આપી છે.

Back to top button
error: Content is protected !!