NAVSARI

નવસારી જિલ્લાના ગામોમાં ફાળવેલી ઈ-રીક્ષા ધૂળ ખાઈ રહી છે.

આ અગાઉ ના વર્ષો માં સાયકલો ફાળવવામાં આવી હતી પણ હાલ કોઈપણ ગ્રામ પંચાયત એનો ઉપયોગ થતો નથી. કંઈ કેટલી પંચાયત માંથી આ સાયકલો જ ગાયબ થઈ ગઈ છે.

ગ્રામ પંચાયત નો ગામ માંથી કચરો ઉઠાવા માટે ટેમ્પો ફાળવ્યા અને ગામો માં અલગ અલગ સ્થાને કચરો નાખવા જગ્યા ફાળવવામાં આવી પણ કચાર નું સામ્રાજ્ય રસ્તા પર જોવા મળે છે.

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી

નવસારી જિલ્લામાં અલગ અલગ ગામોમાં ઇ-રીક્ષા ની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે અગાઉ ના વર્ષો માં સાયકલો ની પણ ફાળવણી કરવામાં આવી હતી. તેમ છતાં અલગ અલગ ગામોમાં ખાસ કરીને ચીખલી તાલુકાના અલગ અલગ ગામોમાં અને ખાસ કરીને સાપુતારા સ્ટેટ વે પર ચકકરીયા પાસે કાવેરી નદી ના પુલ ની બાજુમાં અને સુરખાઇ ખાતે ત્રણ રસ્તા પાસે કોતર ની અંદર જ્યારે રાનકુવા ખાતે ખારેલ રાનકુવા માર્ગ પર રાજહંસ કોમ્પલેક્ષ ની બાજુ માં મોટાં પાયે ઘન કચરો ડમ્પીંગ કરવામાં આવી રહ્યો હોય એમ લાગી રહ્યું છે.જ્યારે ચીખલી ના ખુંધ ગામ પાસે સર્કિટ હાઉસ ના સામે ના ભાગ માં ખુબ ગંદકી અને કચરો જૉવા મળે છે.તેની બોલતી તસ્વીર જોઈ શકાય છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતો સૂરખાઈ અને કુકેરી ને ટેમ્પો પણ સ્વચ્છતા માટે ફાળવવામાં આવ્યો હોય જ્યારે રાનકુવા સરપંચ ના જણાવાયા મુજબ ટ્રેકટર ની માગણી કરી છે.તેમ છતાં રસ્તાની બાજુમાં અને નદીના કિનારા પર આ દુર્ગંધ મારતો કચરો જોઈ શકાય છે. આ કચરો કુકેરી ગામ ની ડમ્પિંગ સાઈડ હોવા છતાં ત્યાં નાખવામાં આવી રહ્યો છે.જ્યારે સુરખાઈ ગ્રામ પંચાયત હજુ તો કચરો ભેગો કરવા માટે જગ્યા શોધી રહી છે.લોક ચર્ચા મુજબ આજુ બાજુ ની હોટેલ સંચાલકો દ્વારા આ કચરો નાખવામાં આવી રહ્યુ છે.આ કચારો નાખવાના કારણ થી ગામમાંથી પસાર થતી નદી માં ગંદકી જોવા મળી રહી છે. જ્યારે સરકાર શ્રી દ્વારા લાખો કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી હોય.તો પણ આ ગ્રામપંચાયત નાં વહીવટ કરતા ઓ આ બાબત એ વામણા પુરવાર થઈ રહ્યા છે. આ કચરો રોડ ની બાજુ માં નાખવામાં આવી રહ્યો છે. જેના કારણે રોડ ની બાજુ માં દુર્ગંધ અને ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યારે વહીવટ તંત્ર ક્યારે આ બાબતે ધ્યાન લેશે એ જોવાનું રહ્યું. આ સમસ્યા અનેક વાર અલગ અલગ સમાચાર પત્રક માં પ્રકાશીત થયેલ હોવા છતા નફટ પંચાયત ના સરપંચ કે એમના સભ્યો ને આ સમસ્યા નું નિરાકરણ લાવવામાં કોઈ રસ નથી એમ લાગી રહ્યો છે.

બોક્સ:૧
નવસારી જિલ્લામાં અલગ અલગ ગામોમાં ૧૫ માં નાણાપંચ જિલ્લા કક્ષા ની ગ્રાન્ટ માંથી લાખો ના ખર્ચ થી ફાળવવામાં આવે વેસ્ટ કચરો ઉચકવા માટે ઇ-રિક્ષા વિતરણ કરવામાં આવી હતી.જયારે હાલ આ ઇ-રિક્ષા ધૂળ ખાતી જૉવા મળે છે. ત્યારે આ અગાઉ સ્વચ્છતા માટે સાયકલો પણ ફાળવવામાં આવી હતી. ત્યારે એ સાયકલો જાણે ગાયબ જ થઈ ગઈ હોય એમ પ્રતીત થઇ રહ્યું છે.

બોક્સ:૨
નવસારી જિલ્લામાં સ્વચ્છતા માટે ગામોમાં કચરાપેટીઓ ઘરે ઘર આપવામાં આવી હતી. જ્યારે આ કચરા ને ભેગો કરવા માટે સાયકલ ફાળવવામાં આવી હતી. એ હાલ કોઈ પણ ગ્રામ પંચાયત માં સાયકલ જોવા મળતી નથી અને જ્યાં સાયકલો છે એ ખુદ કચરા સમાન જોવા મળે છે. ત્યારે સરકારી રૂપિયા નો બગાડ થયો હોય એમ કહેવું ખોટું નથી.

બોક્સ:૩
નવસારી જિલ્લાના અલગ અલગ ગામોમાં ઘન કચરો માર્ગ પર જોવા મળે છે. ત્યારે આ બાબત જૉ તંત્ર ગંભીરતાપૂર્વક નહી લઈ તો આવનારા સમયમાં સ્વચ્છતા માટેનો એક મોટો પ્રશ્ન ઉદ્ભવશે તો એનો જવાબદાર કોણ? સંભવીત અધિકારીઓ આ બાબત એ સત્વરે કોઈ પગલાં લેવડાવે એ જરૂરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!