MEHSANA

વિજાપુર બીલીયા ગામે કેનેડા માં પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવાર જનોને યુવતી ના પરિવાર જનોએ દોડાવ્યા

વિજાપુર બીલીયા ગામે કેનેડા માં પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવાર જનોને યુવતી ના પરિવાર જનોએ દોડાવ્યા
દીકરી ને મારી નાખી કહીને યુવક ના ઘરમાં કરી તોડફોડ પંદર જણા સામે ફરીયાદ
પોલીસની તપાસમાં પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતી હેમખેમ
વિજાપુર તા
વિજાપુર તાલુકાના બીલીયા ગામના યુવકે અને નજીકના ગામની યુવતીએ કેનેડામાં પ્રેમ લગ્ન કરતા યુવતી ના પરિવાર ના લોકોએ પીકઅપ ડાલુ તેમજ ફોરવ્હીલ ભરીને આવી કેનેડા માં અમારી દીકરીને મારી નાખી છે તેમ કહી યુવતી ના ફોટા બતાવી ને યુવકના ઘર ઉપર હુમલો કરી ઘરના પરિવાર ને ઘરમાંથી દોડાવતા ઘરને તોડફોડ કરી નુકશાન કરતા કેનેડા માં પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાએ પંદર લોકો સામે ફરિયાદ નોંધાવી છે જયારે પોલીસે યુવક યુવતી ની તપાસ માટે કેનેડા કોન્ટેકટ કરતા હેમખેમ હોવાનું જણાતા તોડફોડ કરનાર પંદર લોકોની સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બીલીયા ગામના પંકજભાઇ ડાહ્યા પટેલ ના દીકરો પ્રિન્સ પટેલે કેનેડા માં નજીકના ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લેતા તેની અદાવત રાખીને ગવાડા અને બીલીયા ગામના જ ભેગા થઈ પીકઅપડાલા તેમજ અન્ય ગાડીઓ માં ધોકા પાઇપો જેવા હથિયારો ભરી ને ઘરમાં રાત્રીના ના સૂવા માટે ના સમયે ઘરના દરવાજા ઉપર દેકારો મચાવતા ઘરના ફર્નીચર તેમજ ટ્રેકટર તેમજ વીજળી ના વાયરો તેમજ પંકજભાઇ ને લાકડી થી ઇજાઓ કરી કપડાં ફાડી નાખી યુવકના પરિવાર ઉપર હુમલો કરી માર મારી ચાર કિલોમીટર જેટલું દોડાવતા યુવકના પિતા પંકજભાઈ પટેલે 15 લોકો જેમાં ચિરાગ દિનેશભાઇ પટેલ તેમજ જયમીન દિનેશભાઇ પટેલ તેમજ આશાબેન ચિરાગભાઈ પટેલ તેમજ નીલમબેન જયમીન ભાઈ પટેલ તેમજ કપિલા બેન પ્રદિપ ભાઈ પટેલ તમામ રહે ગવાડા તા વિજાપુર તેમજ જીતેન્દ્ર કુમાર મણિલાલ પટેલ તેમજ પન્ના બેન જીતેન્દ્ર કુમાર પટેલ તેમજ પ્રદિપ કુમાર દેવાભાઈ પટેલ તેમજ દિપક કુમાર નાનાલાલ પટેલ તેમજ તૃપ્તિ બેન દિપક કુમાર પટેલ તેમજ રચિત કુમાર દિપક ભાઈ પટેલ તેમજ નિલેશકુમાર કાન્તિભાઈ પટેલ તેમજ હંસા બેન નિલેશકુમાર પટેલ તેમજ નિર્મલ કુમાર પ્રદિપભાઈ પટેલ રહે તમામ બીલીયા તા વિજાપુર તેમજ એક અજાણ્યા ઈસમ સાથે પંદર સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે પોલીસે અગત્યની હકીકત મેળવી વધુ તપાસ હાથ ધરી છે જોકે હાલમાં યુવકના પરિવાર જનો એ દવાખાને સારવાર મેળવી યુવકના પિતા પંકજભાઈ ડાહ્યા ભાઈ પટેલે જાન થી મારી નાખવાની ધમકી તેમજ હિંસક હુમલો બાબત ની લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!